<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

કચ્‍છમાં વૈદિક માહોલમાં સાત્‍વીક-પ્રાકૃતિક લગ્નોત્‍સવ

મેઘજીભાઇ હીરાણી દીકરા-દીકરીના લગ્ન ગૌસંસ્‍કૃતિને કેન્‍દ્રમાં રાખીને કરશે :

પત્રકાર પરીષદની તસ્‍વીરમાં મેઘજીભાઇ હીરાણી, દેવજીભાઇ ખેર, ભરતભાઇ ભુવા, ચંદ્રેશભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, વસંતભાઇ લીંબાસીયા, રમેશભાઇ ઠકકર વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ તા. ૯: કચ્‍છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિંન્‍દુ સંસ્‍કળતિને અનુરૂપ  યોજાશે. આ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સમાં અગ્રણીઓએ વિગતો આપી હતી.

કચ્‍છના નાની નાગલપર(અંજાર-કચ્‍છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્‍વામી તથા અ.સૌ. હેમલતાબેન હિંમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્‍પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન સ્‍વજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ સ્‍વજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ સાથે વિક્રમ સવંત-૨૦૮૧, પોસ વદ- સાતમ્‌ ને મંગળવાર તા. ૨૧/૦૧/૨૦૨૫ તથા વિક્રમ સવંત-૨૦૮૧, પોસ વદ-દશમ્‌ ને શુક્રવાર તા. ૨૪/૦૧/૨૦૫ ના શુભ દિવસે યોજાશે.

વાત છે અંજાર કચ્‍છની બાજુમાં આવેલ ગામ નાની નાગલપરનાં ગોપ્રમી મેઘજીભાઈ હીરાણીની ગોપાલન અને ગાય આધારિત ખેતી માટે માત્ર કચ્‍છ નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતા મેઘજીભાઈ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની ગોસેવા ગતિવિધિમાં વર્ષોથી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ પ્રાંતના સંયોજક તરીકે માર્ગદર્શન કરે છે. ખોટી પ્રથાઓને તિલાંજલિ આપવા અને મુળ પરંપરા તરફ પરત કરવા માટે આગામી ૨૧ જાન્‍યુઆરી થી ૨૪ જાન્‍યુઆરી-૨૦૨૫ દરમ્‍યાન થનાર પોતાના દીકરા અને દીકરીના લગ્નમાં મેઘજીભાઈ અને તેમના પરિવારે દ્રઢ નિヘુય સાથે જે સાહસ કર્યું છ

આ લગ્નની વિશેષતા એ છે કે,  તેમની લગ્ન પત્રિકા સંપુર્ણ ગાયના ગોબર અને ્‌પ્રાકળતિક વસ્‍તુઓથી નિર્મિત છે. શણગાર (બ્‍યુટી પાર્લર)ના અતિ મોટા અને અનાવશ્‍યક ખર્ચને ટાળવા વર અને કન્‍યાના શણગાર સંપુર્ણ પ્રાકળતિક વસ્‍તુઓથી કરવામાં આવશે. વર વધૂ સંપુર્ણ ભારતીય વષા પરિધાનમાં જ લગ્નગ્રંથીથી જોડાશે. સમગ્ર લગ્ન અને ભોજન સમારંભમાં પ્‍લાસ્‍ટિકનો સંપુર્ણ નિષેધ રહેશે. (પ્‍લાસ્‍ટીકની ખુરશીઓ, પ્‍લાસ્‍ટિકના ફુલો કે અન્‍ય સજાવટ, ડીસ, ગ્‍લાસ, ચમચી વગેરે.) લગ્નમાં માંડવાની અને સંપુર્ણ મંડપની સજાવટ ગાયના ગોબર, સાચા ફૂલો, વળક્ષો

અને પ્રાકળતિક વસ્‍તુઓથી કરવામાં આવશે. ભોજન બનાવવા તાંબું પીત્તળ અને સ્‍ટીલના વાસણોનો જ ઉપયોગ થશે. ભોજનમાં કોઇપણ જાતના કળત્રિમ રંગ, લીંબુ ના ફૂલ, અજીનો મોટો, સોસ વગેરે રાસાયણિક વસ્‍તુઓ અને નુકસાનકારક એવા મેંદાના લોટનો વપરાશ નહીં થાય. ભોજન સંપુર્ણ ગોવ્રતિ હશે એટલે કે દુધ, ઘી, માખણ, છાસ, દહીં અને પનીર સહિતની બધી જ વસ્‍તુઓનો આધાર દેશી ગાયનું દૂધ હશે. ભોજનમાં અનાજ, શાકભાજી, કઠોળ વગેરે સંપુર્ણ ગાય આધારીત ખેતીથી પકવેલ હશે. ભોજન બનાવનાર અને પીરસનાર નિર્વ્‍યસની હોય અને નાહીધોઈ પવિત્ર થઈને ભોજન બનાવે તેવો આગ્રહ રખાયો છે. સૌને પંગતમાં બેસાડીને ભોજન કરાવવામાં આવશે અને વાનગીઓ કેળાના પાન ઉપર પીરસવામાં આવશે. ફેરા ફરતાં સમય કાગળ, થર્મોકોલ, પ્‍લાસ્‍ટીક કે કેમિકલવાળી બોટલનો ઉપયોગ સંપુર્ણ વર્જિત રહેશે અને કેરા સમયે વરવધૂ ઉપર શુભેચ્‍છા સ્‍વરૂપે સાયા ફૂલની જ પુષ્‍પ વળષ્ટિ કરાશે. લગ્ન સંપુર્ણ વૈદિક સ્‍તોત્ર અને મંત્રોચ્‍ચારથી થશે અને ભુદેવ/પંડિત કોઈની રોક ટોક વગર નિયત- સમયમાં સ્‍વતંત્રતા સાથે સંપુર્ણ વિધિ કરાવશે. દિર્ઘ સ્‍મરણ માટે પ્રસંગને દ્રશ્‍ય શ્રાવ્‍ય (ફોટો અને વીડિયો) માં કંડારનાર વ્‍યકિતઓ પંડિતની લગ્ન વિધિમાં કોઈ પણ રીતે બાધારૂપ નહીં બને.લગ્ન પહેલાનું દ્રશ્‍ય શ્રાવ્‍ય ચિત્રાંકન (ઙ્ઘિ-વેડિંગ વીડિયો કે ફોટોગ્રાફી) સમયે ભારતીય સંસ્‍કળતિને અનુરૂપ ન હોઈ તેવા કોઈ ઙ્કયોગ નહી કરાય. દિકરીને કન્‍યાદાનમાં અન્‍ય દાન સાથે ગાયનું પણ દાન કરવામાં અવશે. અને ૧૦૮ વિવિધ દેશી અને ઔષધીય વળક્ષની ભેટ આપવામાં આવશે. લગ્નવિધિ અને આવેલ મહેમાનોને બાધારૂપ શ્નઉંચા અવાજના કર્કશ ફિલ્‍મી ગીત સંગીતને બદલે લગ્ન ગીતો અથવા સુમધુર હળવું સંગીત વગાડવામાં આવશે. (વિકળત ફટાણાં ગાવાં નિષેધ રહેશે.), લગ્ન એ પવિત્ર સંસ્‍કાર છે એ ધ્‍યાને રાખીને પદવેશ (બુટ) સંતાડવા, વરરાજાના વાહનની આડે ઉભવા સહિતની ચેષ્ટાઓ કરવામાં સમય બગાડવો સંપુર્ણ નિષેધ રહેશે.આ પ્રસંગમાં સૌ આમંત્રિત તોહીજનો માટે પણ થોડાક નિયમો બનાવ્‍યા છે. આમંત્રિત સૌએ સંસ્‍કળતિને છાજે તેવા સંપુર્ણ મર્યાદા સાથેના પહેરવેશમાં આવવાનું રહેશે. પ્રસંગમાં ચા, બીડી, તમાકુ સહિત કોઈ પણપ્રકારનું વ્‍યસન કરવું નિષેધ છે. વ્‍યસન કરનારે બહાર મોં સ્‍વચ્‍છ કરીને મંડપમાં પ્રવેશ કરવાનો રહેશે.સ્ત્રી, પુરૂષ સૌએ હિન્‍દુ સંસ્‍કળતિનું પ્રતિક તિલક ચાંદલો કરીને આવવાનું રહેશે. (કપાળ કોરા હશે તેમનાં માટે પ્રસંગ સ્‍થળે આ વ્‍યવસ્‍થા રહેશે.), ભેટ સોગાધ (ગીફટ) પૈકીંગમાં પ્‍લાસ્‍ટીકનો ઉપયોગ કરવો નહી. આપણા પદવેશ (બુટચંપલ) મંડપની બહાર ઉતારીને મંડપ ની અંદર ઙ્કવેશ કરવો. લગ્નમાં પુર્ણ સમય ઉપસ્‍થિત રહેવું અનિવાર્ય છે. જેમને સમયની અનુકુળતા નથી તેઓ અન્‍ય કોઇપણ દિવસે આવી નવવધૂને શુભેચ્‍છાઓ આપી શકે છે. નિયત સમયે લગ્નવિધિ પુર્ણ થયા પછી જ ભોજન સમારંભ પ્રારંભ થશે.આપણી સનાતન સંસ્‍કળતિના જતન માટે પ્રકળતિને સાથે રાખીને કાર્ય કરવું અનિવાર્ય હોવાથી સૌ ના પુર્ણ સહયોગથી જ ઉપરોકત પ્રસંગ સફળ અને ઉદાહરણરૂપ બની શકશે તેમ મેઘજીભાઈ હિરાણીએ જણાવ્‍યું હતું.

 અત્રે ઉલેખનીય છે કે, મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્‍ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા અવાર-નવાર પંચગવ્‍ય ઉત્‍પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા કરવામાં આવે છે. જેમાં ગો નાઈલ, ધુપ બતી, ગોબર કુંડા, ગલ્લા પેટ, ચકલી ઘર, લક્ષ્મી જી, કુલ ડાંડી, મચ્‍છર તેલ, ગણેશ ૩‘‘, ગણેશ ૧૨'', ખજુર ફુલ્‍ફી, હવન સામગ્રી કંડા, નેચરલ જ્‍યુશી, હૃદયમ્‌ પે, વાઢિયા મલમ, પાચક ચૂર્ણ, નેત્ર, આંખના ટિપા, પંચગવ્‍ય નસ્‍ય, નિમ અર્ક, શુભ લાભ, તોરણ, માળા, બેરખા, બેબી પાવડર, છાસ મસાલો, ગોબર પુટી (કલર), રુઝાન સ્‍પ્રે, ફેસપેક, ત્રિફળા ચૂર્ણ, શેમ્‍પૂ દંતમંજન, મોબાઇલ ચિપ્‍સ, સર્વદર્દ હર તેલ, સાબુ, રાખડી, ધૂપ કપ, પાવડર, પત્રિકા, ગોબર માંડવો, કિચેન વગેરેનું પ્રક્‍ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત કમર, ઘૂંટણ, સાઈટીકાનાં દુઃખાવા માટે પ્રેક્‍ટીકલ ચિકિત્‍સા શીખવવામાં આવે છે.આ પ્રસંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં મેઘજીભાઈ હીરાણી, દેવજીભાઈ ખેર, ભરતભાઈ ભુવા, ચંદ્રેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, વસંતભાઈ લીંબાસીયા, રમેશભાઈ ઠકકર ઉપસ્‍થિતિ રહ્યાં હતાં.

 

(3:32 PM IST)