તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
અમારી ટીમનો ટેમ્પો અને મોરલ ખૂબ હાઇ : સ્મૃતિ મંધાના
અમારી ટીમ એકદમ બેલેન્સ છે, હું પણ શ્રેષ્ઠ ફોર્મમાં છું, ત્રણ મેચની સીરીઝમાં બેસ્ટ પર્ફોમન્સ કરીશઃ રાજકોટની વિકેટ એકદમ સરળ લાગે છે, અહિંનું વાતાવરણ પણ ખુશનુમા છેટીમ ઇન્ડિયાના વુમન્સ ટીમના કેપ્ટને પત્રકાર પરિષદ સંબોધી

રાજકોટઃ ભારતીય ટીમના સુકાની સ્મળતિ મંધાનાએ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ્પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં ટી ટ્વેન્ટી તેમજ વનડે શ્રેણીમાં ભારતે શાનદાર દેખાવ કરી અને જીત મેળવી છે. એટલે ટીમનો ટેમ્પો અને મોરલ બંને બહુ હાઈ છે અને અમે આ શ્રેણી જીતવા માટે પૂરા પ્રયત્ન કરીશું .
જ્યારે સ્મળતિ મંધાનાને પૂછવામાં આવ્યું કે ભારતીય ટીમમાં હરમન પ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંઘની ગેરહાજરી છે તેનાથી શું અસર થશે ત્યારે તેમને જણાવ્યું હતું કે ટીમ અત્યારે એકદમ બેલેન્સ છે આ બંને ખેલાડીઓ બહુ મહાન ખેલાડીઓ છે અને તેમની ગેરહાજરી હંમેશા નોંધનીય હોય છે પરંતુ એક ઓપોર્ચ્યુનિટી પણ નવા ખેલાડીઓ માટે બનતી હોય છે અને મને આશા છે કે જે નવા ખેલાડીઓ એમની જગ્યા પર રમશે તેમના માટે એક તક હશે અને તક નો બેસ્ટ ઉપયોગ કરીને સારો દેખાવ કરવા માટે ઙ્કયત્ન કરશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે પણ શાનદાર દેખાવ કર્યા બાદ આ શ્રેણી માટે વ્યક્તિગત રીતે તમે કઈ રીતે લો છો એવા જ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે વિકેટ બહુ સરસ છે અત્યારે તો બેટિંગ વિકેટ લાગે છે અમે આવતીકાલે મેચના દિવસે વિકેટ જોઈ અને નિર્ણય કરીશું પરંતુ જ્યાં સુધી મારો વ્યક્તિગત સવાલ છે ત્યાં સુધી શ્રેણીમાં રન કરવાનો મોકો મળ્યો અને હું અત્યારે ફોર્મમાં છું અને મને આશા છે કે આ ત્રણ મેચની શ્રેણીમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરિશ. જ્યારે ઓપનિંગ પાર્ટનર શેફાલી વર્મા ની ગેરહાજરી અંગે તેમણે જણાવ્યું હતું કે શેફાલી ૨૦૨૪ ના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી અને ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝની શ્રેણીમાં સામેલ કરવામાં નથી આવી પરંતુ મને આશા છે કે આવનારા દિવસોમાં ફરી એક વખત ભારતના ઓપનિંગ ખેલાડીઓ સફળ થશે યાશિકા ભાટિયા અને શેફાલી સારા ખેલાડીઓ છે.
રાજકોટની વિકેટ એકદમ સરળ લાગે છે અત્યારે આ ફીલ પણ બહુ સારું છે અને વેધર પણ બહુ ખુશનમાં છે ત્યારે એક આઇડિયલ પ્લેટફોર્મ છે પરંતુ આયર્લેન્ડની સામે અમે ચેમ્પિયન્સ ટ્રોફી કે વર્લ્ડ કપ હોય છે આ પહેલી વખત છે કે અમે શ્રેણીની રમવા જઈ રહ્યા છે ત્યારે અમને આશા છે કે આ શ્રેણીમાં અને શ્રેષ્ઠ દેખાવ કરીશું.
ભારતીય ટીમની ફિલ્ડિંગ અંગે તેમણે જણાવ્યું હતું કે અમે ઘણી એક્સરસાઇઝ કરી છે લોટ ઓફ કેચિંગ પણ અમે લીધા છે અને અમને આશા છે કે અમે ભારતની તમામ ખેલાડીઓ ચુસ્ત રહીને એક શ્રેષ્ઠ ફિલ્ડિંગ સાઈડ પણ બનવા માટે અમે તત્પર છીએ.
(3:44 PM IST)










