<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

બેડી ચોકડી, નવાગામ અને હનુમાનમઢી પાસે ચાઈનીઝ દોરીની પર ફીરકી સાથે ૩ ઝડપાયા

ક્રાઈમ બ્રાંચ, કુવાડવા અને ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ મહેન્‍દ્ર, અભિષેક અને મયુર સામે કાર્યવાહી

રાજકોટ, તા.૯: શહેરના અલગ અલગ વિસ્‍તારમાં પોલીસે ચેકિંગ હાથધરી પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની પર ફીરકી સાથે ત્રણ શખ્‍સસોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બેડી ચોકડી પાસે એક શખ્‍સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની ક્રાઈમ બ્રાંચના હેડ કોન્‍સ. અમીતભાઈ અગ્રવત તથા દિપકભાઈ ચૌહાણને બાતમી મળતા બેડી ચોકડી પાસેથી મહેન્‍દ્ર ગોવિંદભાઈ ચારોલ (ઉ.વ.૨૦) (રહે. જળાશય પાર્ક ૨ વેલનાથ પરા મોરબી રોડ)ને રૂ.૧૮૦૦ની કિંમતની ચાઈનીઝ દોરીની ૯ ફીરકી સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઈ.એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ડી.ડોડીયા તથા હેડ કોન્‍સ. સંજયભાઈ, અમીતભાઈ, દિપકભાઈ, યુવરાજસિંહ, મયુરભાઈ, રાજેશભાઈ તથા કોન્‍સ. પ્રદિપસિંહ, અશોકભાઈ, વિશાલભાઈ દ્વારા કરવામાં આવી હતી.

જ્‍યારે બીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસના કોન્‍સ. જયદીપભાઈ ધોળકીયા, પિન્‍ટુભાઈ હિરપરા અને કુશલભાઈ જોષીને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી નવાગામ રૂડા ટ્રાન્‍સપોર્ટનગર આણંદપર મેઈન રોડ પરથી અભીષેક દિલિપભાઈ આડેદરા (ઉ.વ.૧૯) (રહે. પેડક રોડ આર્યનગર શેરીનં.૧૦)ને રૂ.૧૪૩પ૦ની કિંમતની ૪૧ ફીરકી સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી. આ કામગીરી ઈન્‍માજ પી.આઈ.આઈ.એન.સાવલીગાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.જે.વરૂ, એ.એસ.આઈ.મોહિતભાઈ, ખોડુભા, કોન્‍સ.જયદીપભાઈ, ભાવેશભાઈ, કુશાલભાઈ, વિશાલભાઈ, સંજયભાઈ, યશપાલસિંહ, ભરતભાઈ અને પીન્‍ટુભાઈ દ્વારા કરવામાં આવી હતી.

જ્‍યારે ત્રીજા દરોડામાં રૈયા રોડ હનુમાનમઢી ચોક પાસે તીરૂપતિ નગર શેરીનં.૩ પાસે ગાંધછગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ. એમ.એન.ભેટારીયા સહિતને બાતમીના આધારે દરોડો પાડી મયુર ઈકુભાઈ કોઈડીયા (રહે.ઘંટેશ્‍વર ૨પ વારીયા કવાર્ટર જામનગર રોડ)ને પકડી લઈ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(4:28 PM IST)