તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
નાણાવટી ચોક પાસે હોકર્સ ઝોનમાં લૂખ્ખા તત્વોનો આતંકઃ તોડફોડ : નિર્દોષ વૃધ્ધને ફટકાર્યા
શહેરમાં સરાજાહેર હુમલાના બનાવની હારમાળાથી અસલામતી અનુભવતા શહેરીજનો નાસ્તો કરવા આવેલા પાંચ શખ્સોએ સ્કુટર પાર્ક કરવા બાબતે ડખ્ખો કરી ટેબલ ખુરશી ઉલાળ્યાઃ વિડીયો વાયરલ

રાજકોટ : શહેરના દોઢસો ફુટ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા હોકર્સ ઝોનમાં રાત્રે એક ખાણીપીણીની લારીએ પાંચ શખ્સો નાસ્તો કરવા માટે આવ્યા હતા. ત્યાં સ્કુટર પાર્ક કરવા બાબતે એક ખાણીપીણીની લારી ચલાવતા યુવાન સાથે માથાકુટ થતા પાંચેય શખ્સોએ ઉશ્કેરાઇ જઇ જોર જોરથી ગાળો બોલવા લાગ્યા હતા અને લારી પાસે રાખેલા ટેબલ ખુરશી ઉલાળી ઘા કરી આતંક મચાવ્યો હતો. તેવામાં એક વૃધ્ધ ત્યાંથી એકટીવા પર નીકળતા તેને રોકી તેને ગાળો આપતા વૃધ્ધ એકટીવા પરથી ઉતરી ભાગવા જતા પાંચેય શખ્સોએ વૃધ્ધને પકડી લઇ માર માર્યો હતો. આ બનાવનો સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થયો હતો. આ બનાવ અંગે વૃધ્ધે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે.
(4:11 PM IST)










