<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

સહીયારા પુરૂષાર્થથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ગરીમા વધારીશું : વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવૃતિને પ્રાધાન્‍ય અપાશે

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડો. ઉત્‍પલ જોશી સંભવત સાંજ સુધીમાં કાર્યભાર સંભાળશે

રાજકોટ, તા., ૧૦ : સવા ત્રણ વર્ષના લાંબા સમય બાદ ગુજરાત સરકારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ આપ્‍યા છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે મુળ રાજકોટના વતની શૈક્ષણીક સંઘ સાથે  સંકળાયેલા ગુજરાત યુનિવર્સિટીના ફીઝીકસ ભવનના પ્રોફેસર ડો.ઉત્‍પલ જોશીની પસંદગી કરી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ડો.કમલસિંહ ડોડીયાનું નામ ફાઇનલ ગણાતું હતું. તેવામાં ગઇકાલે સાંજે રાજય સરકારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ડો. ઉત્‍પલ જોશીની નિમણુંક કરતો હુકમ કરતા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને સંઘ પરિવારમાં ખળભળાટ મચી ગયો હતો.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ પદે કોઇ નવો વિવાદ ન થાય તે પહેલા કમુર્હતામાં ડો.ઉત્‍પલ જોશી આજે કાર્યભાર સંભાળવા દોડી આવ્‍યા છે. સંભવત સાંજ સુધીમાં આજે ડો. ઉત્‍પલ જોશી ચાર્જ સંભાળી લેશે.

મુળ રાજકોટના વતની અને સંઘ પરિવાર સાથે ઘનિષ્‍ઠ સંકળાયેલા ડો.ઉત્‍પલ જોશી રાજકોટમાં જ સ્‍નાતક અને અનુસ્‍નાતકનો અભ્‍યાસ કર્યો છે.

ડો.ઉત્‍પલ જોશીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે સૌને સાથે રાખીને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણની ગરીમાપુર્ણ બનાવવા સહીયારો પુરૂષાર્થ કરાશે. વિદ્યાર્થી ઉત્‍કર્ષને પ્રાધાન્‍ય અપાશે.

(11:26 AM IST)