News of Friday, 10th January 2025
૧૫૦ કરોડની પ્રતિબંધિત દવાની નિકાસ માટે મુન્દ્રા કસ્ટમ દ્વારા રાજકોટની દવા કંપનીના ભાગીદારની ધરપકડ
પ્રતિબંધ મુકાયેલ ટ્રામાડોલ ટેબ્લેટ આફ્રિકા મોકલવાનો કેસ, ચાર પૈકી એક ભાગીદારની અટકાયત દોઢસો ફૂટ રોડ ટી પોસ્ટના રૂમમાં રાજસ્થાનના ભુપેન્દ્રસિંગ રાવતનો ગળાફાંસો ખાઇ આપઘાત બે કર્મચારી ગ્રાહકને ચા આપી રૂમમાં આવતા યુવાન લટકતો જોવા મળ્યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૧૦: દોઢસોફૂટ રોડ પર ફોર્ચ્યુન હોટલની બાજુમાં આવેલા ટી-પોસ્ટના સ્ટાફ કવાર્ટરમાં રાજસ્થાનના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ દોઢ સોફૂટ રોડ પર ફોર્ચ્યુન હોટલની બાજુમાં આવેલા ટી.પોસ્ટના કવાર્ટરમાં રહેતો રાજસ્થાનનો ભુપેન્દ્રસિંગ છગતસિંગ રાવત (ઉ.વ. ૨૧) એ કવાર્ટરમાં પંખા સાથે કપડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. ટી.પોસ્ટમાં રહેતા બે કર્મચારી ગ્રાહકને ચા આપીને રૂમમાં આવતા યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણકરતા ૧૦૮ની ટીમે સ્થળપર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકાપોલીસ મથકમાં હેડકોન્સ ભગીરથસિંહ ખેર સહિતે સ્થળપર પહોંચી તપાસ હાથધરી છે. મૃતક ભુપેન્દ્રસિંગ બેભાઇમાં મોટો હતો તે પંદર દિવસ પહેલા રાજકોટ આવ્યો હતો અને ટી. પોસ્ટમાં કામ કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે
(2:42 PM IST)










