તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની રવિવારે વાર્ષિક સભા-સ્નેહમિલન અને ડીઝીટલ ડીરેકટરીનું લોન્ચીંગ

રાજકોટઃ રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ની હિસાબી વર્ષની સાધારણ સભા તા.૧રને રવિવારના બપોરે ૪ કલાકે ક્રિષ્ના પાર્ટી પ્લોટ, વગડ ચોકડી, પાળ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ સાધારણસભામાં કર્મચારીઓની તેજસ્વી બાળકોનું સન્માન, ગત વર્ષમાં નિવૃત થયેલા કર્મચારીઓનું સન્માન સાથ આહીર સમાજના વર્ગ-૧ અને ર તરીકે નિમણુંક પામેલા અધિકારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે. સાથે કર્મચારી મંડળની ઓનલાઇન ડીજીટલ ડીરેકટરીનું લોન્ચીંગ કરવામાં આવશે. આ સાધારણસભામાં રાજકોટ જીલ્લાના આહીર જ્ઞાતિના તમામ કર્મચારીઓને સહપરિવાર પધારવા કર્મચારી મંડળ દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળભાઇ મેતા, મંત્રી કિરીટભાઇ મૈયડ મંડળના હોદેદારો મહેશભાઇ ચાવડા, ભાનુભાઇ મિયાત્રા, રમેશભાઇ બોરીચા, રાજેશભાઇ ડાંગર, પ્રો.કે.આર.રામ, રણજીતભાઇ લોખીલ, કાનાભાઇ રામ, મયુરભાઇ રાઠોડ, પ્રવીણભાઇ પંચોલી, પુંજાભાઇ વરૂ, ભરતભાઇ કાનગઢ મંડળના પુર્વ પ્રમુખ પ્રો.રમેશભાઇ ડાંગર, મનસુખભાઇ બાળા, કમલેશભાઇ બાબરીયા, ધીરૂભાઇ ડાંગર, જેઠસુરભાઇ ગુજરીયા, સુભાષભાઇ ડાંગર, કરશનભાઇ મેતા, રાવતભાઇ ડાંગર, ચંદુભાઇ મિયાત્રા, દિલીપભાઇ ચૌહાણ તથા કારોબારી અને સક્રિય સભ્ય વિજયભાઇ કુંભારવાડીયા, સંદીપભાઇ અવાડીયા, પ્રકાશભાઇ મંઢ, સંજયભાઇ ચાવડા, વનરાજભાઇ ચાવડા, ગૌતમભાઇ ચાવડા, પ્રવિણભાઇ મેતા, નિકુલભાઇ આહીર, સંજયભાઇ હુંબલ, ભરતભાઇ હુંબલ, વિજયભાઇ મેતા, જયપાલભાઇ બરાળીયા, પ્રવિણભાઇ જીલરીયા, ચીરાગભાઇ ગેરૈયા, રાજેશભાઇ ચાવડા, પાર્થભાઇ મૈયડ, ચીરાગભાઇ કાનગડ, જશુભાઇ રાઠોડ, ધવલભાઇ મેતા, હરદેવભાઇ ચાવડા, ચંદ્રેશભાઇ પરડવા, ભુપતભાઇ છૈયા, કમલેશભાઇ કુંગશીયા, મયુરભાઇ બોરીચા, રવિભાઇ કામલીયા, પ્રકાશભાઇ મંઢ, રાહુલભાઇ ભુતૈયા, ભાવેશભાઇ ચાવડા, નારણભાઇ પંખાણીયા, હિતેશભાઇ સોલંકી, પ્રકાશભાઇ મીયાત્રા, જયેશભાઇ ડાંગર, નિલેશભાઇ મકવાણા, દિપેશભાઇ બાબરીયા, સંજયભાઇ બોરખતરીયા, ભીમભાઇ ડાંગર, નારણભાઇ કુવાડીયા, રામભાઇ લાવડીયા, ઉદયભાઇ ખાટરીયા તથા મંડળના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહયાં છે.
(3:39 PM IST)










