<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ગાય-ભેંસના ઘી માં ભેળસેળ : વેજીટેબલ ફેટ મળતા નમુના નાપાસ

મનપા દ્વારા ખાણી-પીણીના ૧૮ ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે નોટીસ : વાણીયાવાડીની સીતારામ વિજય પટેલ આઇસ્‍ક્રીમ એન્‍ડ ડેરી ફાર્મ તથા કૃષ્‍ણનગર મેઇન રોડના વોલ્‍ગા ઘી ડિપોમાંથી સેમ્‍પલ લેવાયેલ : સાની-કાળા તલના લાડુ-પનીરના નમુના લેવાયા : ફુડશાખાની કાર્યવાહી


 

રાજકોટ,તા.૧૦ : શહેરમાં લોકોના સ્‍વાસ્‍થ્‍યને જાળવી રાખવા અને આવતા અઠવાડીયે આવી રહેલ મકરસંક્રાતિના તહેવારોને તહેવારોને અનુલક્ષીને ખાણી-પીણીના વેપારીઓને ત્‍યાં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘‘સીતારામ વિજય પટેલ આઇસ્‍ક્રીમ & ડેરી ફાર્મ'' બોલબાલા માર્ગ, ગાયત્રીનગર-૪/૧૦, વાણિયાવાડી,  મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ગાયનું શુદ્ધ ઘી (લુઝ) નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં "Non-Permitted Oil Soluble Yellow Coloured Dye'' તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલૅ ની હાજરી મળી આવતા નમૂનો અનસેફ ફૂડ તથા સબસ્‍ટાન્‍ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિકયુકેશન કાર્યવાહી કરવામાં આવશે.

   ફૂડ વિભાગ દ્વારા વોલ્‍ગા ઘી ડિપો, પરિશ્રમ કોમ્‍પ્‍લેક્ષ, કળષ્‍ણનગર મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ભેંસનું શુદ્ધ ધી (લુઝ) નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલૅ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્‍ટાન્‍ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

  ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન શ્રધ્‍ધા પાર્ક ડી-માર્ટ થી આહીર ચોક તથા નંદનવન રોડ થી પુનિત મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૮ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૩૮ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં પિન્‍ટુ કેળા વેફર્સ, જય બજરંગ,  નેચરલ પાણીપૂરી,  શ્રધ્‍ધા મેડિકલ, હરભોલે કોલ્‍ડ્રિંક્‍સ, શ્‍યામ ખીરું, કૈલાશ સોડા શોપ, હિરલ સેલ્‍સ એજન્‍સી, શ્‍યામ ડેરી ફાર્મ, જલિયાણ ટેડર્સ, પાબૂરાજ સ્‍ટોર્સ, ખોડલ ડેરી, શ્રીકળષ્‍ણ નમકીન, ક્રિષ્‍ના મારવાડી પાણીપુરી, જય ઘૂઘરા, ક્રિષ્‍ના કેન્‍ડી, લાલાની કચ્‍છી દાબેલી, દેવનારાયણ ફરાળી સેન્‍ટર ને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

 તેમજ રુદ્ર કેટરિંગ સર્વિસીસ- ભવાની ઇન્‍ડસ્‍ટ્રીઝ ઈન્‍ડિયા LLP, પી.ટી.સી. ગ્રાઉન્‍ડ સામે, ગંજીવાળા મેઇન રોડ મુકામે સર્વેલન્‍સ ચેકિંગ કરવામાં આવેલ.

   નમુનાની કામગીરી 

 ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  ૦૩ નમૂના લેવામાં આવેલ જેમાં સાની (કચરિયું-લુઝ) રાજેશ સ્‍વીટ માર્ટ, મંગલા કોમ્‍પલેક્ષ, શોપ નં.૨, શક્‍તિ કોલોની, કીશાનપરા ચોક,  કાળા તલના લાડુ (લુઝ) :  રાજેશ સ્‍વીટ માર્ટ, મંગલા કોમ્‍પલેક્ષ, શોપ નં.૨, શક્‍તિ કોલોની, કીશાનપરા ચોક, 

 NON BRAND PANEER (DAIRY CONTEXT ANALOGUE) (FROM 3 KG. PKD) ગુજરાત ફૂડ્‍સ, હિમ્‍મતનગર મેઇન રોડ, શાષાીનગર-૬ કોર્નર, શીતલ પાર્ક ચોક, ૧૫૦ રિંગ રોડ, ખાતેથી સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.

(3:51 PM IST)