<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ચાઇનીઝ દોરાની ૬૦ ફીરકી સાથે સુનો અને સુરેશ પકડાયા

ચુનારાવાડ-કુબલીયાપરામાં થોરાળા પીઆઇ જી. એન. વાઘેલા, પીએઅસાઇ એમ. એસ. મહેશ્વરીની ટીમના દરોડા

રાજકોટઃ ચાઇનીઝ દોરા વેંચવા પર પ્રતિબંધ હોવા છતાં અમુક શખ્‍સો આવા ઘાતક દોરાનું વેંચાણ કરી રહ્યા છે. શહેર થોરાળા પોલીસે બે અલગ અલગ કેસમાં ચાઇનીઝ દોરાની ૬૦ ફીરકીઓ સાથે સુજલ ઉર્ફ સુનો વલ્લભભાઇ ચાવડા (રહે. ચુનારાવાડ-૯/૧૦) અને સુરેશ ધર્મેશભાઇ ડોડીયા (રહે. સિતારામનગર-૨ ભાવનગર રોડ)ને ચુનારાવાડ-૧૦ પાસે રોડ પરથી અને કુબલીયાપરા રોડ ભાણજીદાદાના પુલ પાસેથી એએસઆઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. ભરતસિંહ પરમાર અને કોન્‍સ. જયરાજસિંહ કોટીલા તથા હરપાલસિંહ વાઘેલાની બાતમી પરથી પકડી લીધા હતાં. કુલ ૨૪ હજારની ફીરકીઓ પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ મોહનભાઇ મહેશ્વરી, પીએસઆઇ એ. પી. રતન, એએઅસાઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, મહેશભાઇ, હેડકોન્‍સ. કિશોરભાઇ, ભરતસિંહ, જયદિપસિંહ, હસમુખભાઇ, કોન્‍સ. હરપાલસિંહ, નિલેષભાઇ, જયરાજસિંહ, સંજયભાઇ, પ્રકાશભાઇ, રાકેશભાઇએ પકડયા હતાં.

(4:08 PM IST)