તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજકોટ શહેર-જીલ્લામાં કરૂણા અભિયાનઃ કલેકટર-મ્યુ. કમિશનરની દેખરેખ
હેઠળ આજથી અભિયાનનો પ્રારંભઃ સાંજથી સ્પે. કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે : તમામ ડીપાર્ટમેન્ટ આવરી લેવાયાઃ વિવિધ ડોકટરો-૩ કન્ટ્રોલ રૂમ-સંસ્થાઓના ફોન નંબરો પણ જાહેર કરાયા સાંજે પ વાગ્યે કલેકટરની મીટીંગ અને પત્રકાર પરિષદઃ તા. ર૦ સુધી આ અભિયાન ચલાવવા અપાતી સુચના

રાજકોટ તા. ૧૦ :.. રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મળત્યુથવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારાજીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી તથા વનમંત્રી મુળુભાઈ બેરા, પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલનામાર્ગદર્શનમાં કરુણા અભિયાન શરૂ કરાયો છે.
તા. ૧૦ આજથી તા. ર૦ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશનરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલવેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલવિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી આયોજીત ઢબે હાથ ધરાશે.
આઅભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાંમોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશનથિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આઅભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર,જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA),વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજપશુચિકિત્સક અધિકારીઓ, રાજકોટમહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે.
મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન -૨૦૨૫ અંતર્ગત કંટ્રોલ રૂમના ેરાજકોટના ંજીવદયાપ્રેમી ક્લેક્ટર પ્રભવ જોષીનાં હસ્તે પ્રારંભ થશે.
માર્ગદર્શનમાં થશે. જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીનામિતલ ખેતાણી, સમસ્ત મહાજનના ડો.ગીરીશભાઈ શાહ એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈમહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ, ડો.માધવ દવે,જયેશ ઉપાધ્યાય, ચંદેશભાઈ પટેલ, રાહુલ ખીવસરા, ડો. શૈલેષ જાની, કેતન બોરીસાગર તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકારઆપશે.
કરૂણા અભિયાનમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મહારાજ સાહેબની ઙ્કેરણા અને આર્શીવાદ પ્રાપ્ત થયા છે તથા સમસ્ત મહાજન, અર્હમ યુવા સેવાગ્રુપ, વર્ધમાનયુવક ગ્રુપ, જૈન સોશ્યિલ ગ્રુપનો પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે.
શ્નકરૂણા અભિયાનઙ્ખમાં જુનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજ, નવસારી વેટરનરી કોલેજ, દાંતીવાડા વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબોનો સહયોગ પ્રાપ્ત થયો છે.શ્રી કરૂણા ક્ષઉન્ડેશન ટ્રસ્ટラએનીમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપસોજીત્રા, ડો. રવી માલવીયા, ડો. અરૂણ ઘીયાડ, ડો. અરવિંદ ગડારા, ડો. હિરેન વીસાણી, ડો. રાજીવ સીંહા તથા સાથી ટીમનાં ૫૦ત બીબો પોતાની સેવા આપશે.
મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪તથા૧૫જાન્યુઆરીમકરસંક્રાંતીનાંરોજરાજકોટના(૧) ત્રિકોણબાગ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૨) બાલકહનુમાનમંદિરપાસે, પેડક રોડ, રાજકોટ(મો.૯૮૯૮૦૧૯૦પ૯ / ૯૮૯૮૪૯૯૯૫૪) (૩) આત્મીયકોલેજપાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૪) કિશાનપરાચોક, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૫) અયોધ્યાચોક, ૧૫૦ફુટરીંગરોડ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪) તથા (૬) સંસ્થાનીકાયમી, નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ(જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ(મો.૯૮૯૮૦૧૯૦પ૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૭) મોદીસ્કૂલ, પાસે, ૧૫૦ફૂટરીંગરોડ, રાજકોટ (ફોન નં.૦૨૮૧-૨૪૫૭૦૧૯), (૮) શેણીમેમોરીયલટ્રસ્ટ (એનીમલહેલ્પલાઈનશેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસસ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ (મો.૯૮૯૮૦૧૯૦૫૯ / ૯૮૯૮૪૯૯૯૫૪), (૯) હનુમાન મઢી પાસે, કેન્સરહોસ્પીટલની સામે, રાજકોટ ખાતે એમ કુલ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭સુધી શરૂકરાશે. કરૂણા અભિયાન ૨૦૨૫ઁ અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩) તથાએનીમલહેલ્પલાઇન (મો-૯૮૯૮૦૧૯૦૫૯/૯૮૯૮૪૯૯૯૫૪) નોસંપર્કકરવો. તેમ ઉમેરાયું છે.
આ કરૂણા અભિયાન અંગે સાંજે ૪ાા કલાકે કલેકટરે મહત્વની મીટીંગ બોલાવી છે, તેમાં તમામ ડીપાર્ટમેન્ટને પણ બોલાવાયા છે, આ ઉપરાંત કલેકટરે મહત્વની પત્રકાર પરીષદ પણ યોજી હોવાનું જાહેર કરાયું છે.
સમગ્ર રાજકોટ જિલ્લામાં કરુણા અભિયાન હેઠળ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા ૧૯૬૨ની ૨૨ એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની ૧૧ એમ્બ્યુલન્સ, ૩ બાઈક એમ્બ્યુલન્સ, ૨ અદ્યતન હાઇડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની ૧ એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડોક્ટરોની ટીમ સુસજ્જ રહેશે.
ખાસ કરીને જુનાગઢ અને આણંદથી તબીબો સેવા માટે રાજકોટ આવશે. તેમજ પશુપાલન વિભાગના ૧૦ ડોક્ટરોની ટીમ તાલુકા કક્ષાએ ફરજ નિભાવશે. ત્વરિત સારવાર માટે ૨૧ નિદાન કેન્દ્રો, ક્લેકશન સેન્ટર સાથે જિલ્લાની તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વધુમાં પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નં. ૮૩૨૦૦૦૨૦૦ ઉપર “Karuna” મેસેજ લખીને https://bit.ly/krunaabhiyan ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર વિગતો મળી રહેશ.
આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ કહ્યું હતું કે, આપણે જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાને કારણે ઘણી વાર સામાન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત બને છે. ગુચવાયેલ દોરા જ્યાં ત્યાં ન ફેકીને યોગ્ય નિકાલ સાથે કચરા પેટીમાં નાખવા જોઈએ. આપણી બેદરકારીના કારણે પતંગના દોરા પક્ષીના પગમાં ફસાવાની ઘટના બનતી હોય છે. ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઇજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસ પૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવા કહ્યું હતું.
(4:11 PM IST)










