<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

સિવિલ હોસ્‍પિટલમાં હેન્‍ડલ લોક વગર રખાયેલા ૨૪ વાહનો એકઠા કરી માલિકોને કડક સુચના અપાઇ

વાહન ચોરી અટકાવવા પોલીસ-સિક્‍યુરીટીનો નવતર પ્રયોગઃ વાહનના કાગળો મંગાયા અને હવે પછી આ રીતે વાહન ન રાખવા સમજાવાયા

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના કમ્‍પાઉન્‍ડમાંથી વાહનો ચોરાઇ જવાની ઘટનાઓ ન બને તે માટે પોલીસ અને સિક્‍યુરીટીની ટીમે નવતર પ્રયોગ અજમાવ્‍યો હતો. વહેલી સવારથી હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ અને સિક્‍યુરીટી સુપરવાઇઝર જગદીશભાઇ ચાંદેગરાએ સિક્‍યુરીટી ટીમને સાથે રાખી હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાં જ્‍યાં જ્‍યાં ટુવ્‍હીલર પાર્ક થયા હતાં તેના હેન્‍ડલ લોક ચેક કરાવ્‍યા હતાં. લોક વગરના વાહનોને પોલીસ ચોકી નજીક લાવવામાં આવ્‍યા હતાં. આવા ચોવીસ વાહનો મળી આવ્‍યા હતાં. બાદમાં જે તે વાહનના માલિકોને તેના વાહનો જ્‍યાં પાર્ક કર્યા હતાં ત્‍યાં ન મળતાં પોલીસ ચોકીમાં આવી જાણ કરતાં તેમના વાહન સહીસલામત હોવાનું જણાવાયું હતું. સાથે સાથે તેની પાસેની વાહનોના ડોક્‍યુમેન્‍ટ માંગી ખરાઇ કરાઇ હતી અને હવે પછી આ રીતે હેન્‍ડલ લોક વગર કોઇપણ જ્‍ગ્‍યાએ વાહન ન રાખવા કડક સુચના અપાઇ હતી. હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડમાંથી અગાઉ હેન્‍ડલ લોક વગરના વાહનો ચોરાઇ ગયા હોઇ આવુ ન બને તે માટે આ પ્રયોગ અજમાવાયો હતો.

(4:18 PM IST)