તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
વીર દાદા જશરાજજીના શહિદ દિન નિમિત્તે ત્વરિત નિર્ણય લઇ રાજકોટમાં યોજાયેલા મનોરંજનના તમામ કાર્યક્રમો રદ જાહેર કરતા હસુભાઈ ભગદેવ

વીર દાદા જશરાજજી ના શહિદ દિન નિમિત્તે રાજકોટમાં રઘુવંશી સમાજનું નાત જમણ યોજાયુ છે. ત્યારે આજે અંતાક્ષરી અને ત્યાર બાદ હાઉઝી તથા રાસગરબાના કાર્યક્ર્મ યોજાયા હતાં.
નિર્વાણ દિને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતાં ભારે કચવાટ અને આક્રોશ ફેલાયો હતો.
દરમિયાન રઘુવંશી પરીવાર ચેરિટેબલ ટ્રસ્ટના વડીલ તથા સમાજના પીઢ અગ્રણી અને જાણીતાં ઉધોગપતિ હસુભાઈના ધ્યાને આ ગંભીર બાબત આવી હતી.
શ્રી હસુભાઈ ભગદેવે ત્વરીત નિણર્ય લઈ મનોરંજનના આ તમામ કાર્યક્ર્મ રદ કર્યાની જાહેરાત કરી છે જેને સહુ કોઈએ વધાવી લીધેલ છે.
આજે અંતાક્ષરી કાર્યક્રમ યોજાયેલ તે પણ રદ કરી ધૂન ભજનના કાર્યક્રમો કરવામાં આવ્યા છે.
(7:24 PM IST)










