તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
કૈલાસ પાર્કમાં રહેતી આસામની યુવતિ વિનીતા ત્રીજા માળેથી પડી જતાં ઇજા

રાજકોટ તા. ૧૧: યુનિવર્સિટી રોડ ધોળકીયા સ્કૂલ પાસે કૈલાસ પાર્ક-૩માં રહેતી વિનીતા ઓબા (ઉ.વ.૨૯) સવારે ત્રીજા માળેથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીએસઆઇ ડી. આર. રત્નુએ કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ વિનીતા મુળ આસામની છે અને અહિ રાજકોટ રહી સ્પામાં કામ કરે છે. પગ લપસતાં પડી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું.
(3:57 PM IST)










