તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
આચાર્યશ્રી મહાશ્રમણજીની પ્રોજેકટ ‘લાઇફ'માં પધરામણીઃ આર્શીવચન પાઠવ્યા
જીવનમાં સાદગી અને પ્રેમમય સમાજ રચના માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છેઃ આચાર્ય મહાશ્રમણજી

રાજકોટ તા. ૧૧ :.. સ્વ-પર કલ્યાણ માટે ૫૮ હજાર કિ.મી.ની પદયાત્રા કરનારા યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીના પ્રોજેક્ટ લાઈફ પર આગમન દરમિયાન રાજ્યભરના તેમજ દેશભરના અનેક શ્રદ્ધાળુઓની હાજર રહ્યા હતાં.
પ્રોજેક્ટ લાઈફ ખાતે આગમન પર આચાર્યશ્રીએ સંસ્થાની વિવિધ સેવાભાવી પ્રવળત્તિઓનો પરિચય લીધો અને તેમના આશીર્વચન પાઠવ્યાં. આ પ્રસંગે આચાર્યશ્રીએ પરમશાંતિ અને નશામુક્તિના મર્મ પર પ્રકાશ નાખતા જણાવ્યું કે જીવનમાં સાદગી અને પ્રેમમય સમાજ રચના માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
બે આ કાર્યક્રમમાં દેશભરના અનેક જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓએ પ્રોજેક્ટ લાઈફમાં ગોચરી તથા વિવિધ સેવા પ્રવળત્તિઓનું આયોજન કરીને આ તીર્થરૂપ પ્રસંગને ભક્તિમય બનાવી દીધો.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શશિકાંત કોટિયા તેમજ જોઈન્ટ એક્ઝીકયુટીવ ટ્રસ્ટી અને CEO શ્રીમતી મીતલ કોટિચા શાહે આચાર્યશ્રીની આ મુલાકાતને સંસ્થાની માટે દિવ્ય અવસર ગણાવ્યો અને ઉમેર્યું કે, આચાર્યશ્રીએ અમારું આમંત્રણ સ્વીકારીને પ્રોજેક્ટ લાઈફના કાર્યકરો તથા શ્રદ્ધાળુઓમાં નવી ઊર્જા અને પ્રેરણાનો સંચાર કર્યો છે.
પ્રોજેક્ટ લાઈફ ખાતે ભક્તિ અને સેવા ભાવનાની વિશેષ ઊંચાઈસાથે આશીર્વચનના પવિત્ર પળોમાં સમગ્ર પવિત્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વિજ્ઞાની વિજયી સંતની હાજરીમાં શહેરમાં ભક્તિ અને કર્તવ્યના નવા યુગની શરુઆત થઇ છે.
(4:05 PM IST)










