<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

વ્યાજખોરીમાં ફસાતા બ્યુટી પાર્લર સંચાલીકાનો આપઘાતનો પ્રયાસ: યુનિવર્સિટી પોલીસે ૬ જણા સામે ગુનો દાખલ કર્યો: આરોપીમાં નણંદ, નણદોયા પણ સામેલ

રાજકોટઃ વ્યાજખોરીની વધુ એક ઘટનામાં એક બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને તેની નણંદ, નણદોયા સહિત છ જણાએ વ્યાજખોરીમાં ફસાવી ધમકીઓ આપતાં તેણીએ આપઘાતનો પ્રયાસ કરતાં ફરિયાદ થઈ છે. આ મામલે મોટા મવા નજીક સરીતાવિહાર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં બ્યુટી પાર્લર સંચાલીકા કરિશ્માબેન સાજીદભાઈ ખીરા (ઉ.વ.૨૯)ને ચાર મહિલા વ્યાજખોર સહિત છએ વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉઘરાણી કરી ગાળો દઈ ધમકી આપ્યાની ગાંધીગ્રામ- ૨ પોલીસ મથકમાં ફરીયાદ નોધાઈ છે.

આ બનાવમવા યુનિવર્સિટી પોલીસે કરિશ્માબેનની ફરીયાદ પરથી આશીયાનાબેન શાહમદાર અને તેના પતિ અશરફ (રહે. બંને ઘંટેશ્વર ૨૫ વારીયા, કવાર્ટર, જામનગર રોડ), જાનુબેન કિંગર (રહે. સત્યનારાયણ પાર્ક, નાણાવટી ચોક), જુમા કાસમભાઈ ખીરા, રેશ્માબેન જુમા ખીરા (રહે, બને બેડીપરા ફાયર બ્રીગેડ પાસે) અને સોનુબેન ઈમરાનભાઈ મોગલ (રહે, નવાગામ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવાસ કવાર્ટર) સામે ગુનો દાખલ કર્યો હતો. ભગવતીપરા પુલ નજીક બ્યુટીપાર્લર ધરાવતાં કરિશ્માબેને પોલીસનેજણાવ્યું કે, તેણે અઢી વર્ષ પહેલા કવાર્ટરના મેન્ટેનન્સ માટે કૌટુંબીક નણંદ આશિયાયાબેન પાસેથી ૩૦ ટકા વ્યાજે રૂા. પાંચ લાખ લીધા હતાં. ૧૦ મહિનાથી વ્યાજ ન આપતા તેણે પ્રોમીસરી નોટનું લખાણ કરાવી ૪ ચેક લીધા હતાં. તે વ્યાજ ચુકવી ન શકતા બહેનપણી જાનુબેન પાસેથી દોઢ વર્ષ પહેલા ૧૫ ટકા વ્યાજે ૩ લાખ લઈ આશીયાનાબેનને વ્યાજ પેટે ચુકવ્યા હતાં. 

જયારે જાનુબેન વ્યાજ પેટે રૂા ૩.૬૦

લાખ ચુકવી દીધા છતાં તે ૩ લાખ માંગતી હતી. ત્યારબાદ આ રૂપીયા ચુકવવા કૌટુંબીક જેઠ જુમા ખીરા પાસેથી ત્રણેક માસ પહેલા ૧૦ લાખ લીધા હતાં, જે અંગે આરોપીએ પ્રોમીસરી લખાણ અને ૧૪ ચેક લીધા હતાં.જે તેને પરત આપી દીધા હતાં. પરંતુ પેચેક અને લખાણ આપ્યું ન હતું. જુમાના પત્ની રેશ્માબેન ૩ લાખ લીધા હોય તેને ૧૦ હજાર વ્યાજ આપતા હોય આઠ માસસુધી વ્યાજ આપ્યું હતું. છતાં તે વ્યાજ માંગી ધમકી આપતા હતાં. તેની પાસે આશીયાનાબેને વ્યાજના રૂપીયા દેવા રકમ ન હોવાથી ના પાડતાં તેણે ઉછીના રૂા ૧૦ લાખનું લખાણ કરી દીધું હતું. બાદમાં ૧૦ લાખ ચડાવેલ વ્યાજ ૧૨ ટકા વ્યાજ લીધું હતું. અને ૧૦ લાખ ન આપે તો ફલેટ તેના નામે કરી દેવાનું કહી ફલેટનો એલોટમેન્ટનાં લેટરની ઝેરોક્ષ એમ ચાર કોરા ચેક લીધા હતાં. ત્યારબાદ આ શખ્સોને કૌટુંબીક નણંદ સોનુબેન પાસેથી આઠ માસ પહેલા પ ટકા વ્યાજે રૂા ૨.૫૦ લાખ લઈ આશીયાનાબેનને ચુકવ્યા હતાં. જયારે તેણે સોનુબેનને રૂા.૧.૫૦ લાખ વ્યાજ પેટે ચુકવ્યા હતાં.

 

આ અંગે વાત કરતા ફઈ હનીફાબેને તેને ઉછીના રૂા ૫૦ હ જાર આપતા તે પણ આશીયાનાબેનને ચુકવી દીધા હતાં, પિતાએ પણ દાગીના ગીરવે મુકી ૧.૬૦ લાખની લોન લઈઆપતા તે પણઆશીયના બેનને ચુકવ્યા હતાં. આમ તેણે કુલ રૂા ૧૪,૪૪ લાખ આશીયાનાબેનને ચુકવ્યા છતાં તે હજુ ૨૫ લાખ માંગતા હોય, બહેનપણી ૩ લાખ, કૌટુંબીક જેઠ જુમાભાઈપાંચ લાખ કૌટુંબીક નણંદ સોનુબેન ૧.૫૦ લાખ માંગતા હતાં. જયારે આશીયાબેન અને તેના પતિ અશરફે તેને ફોનમાં ગાળો દીધા બાદ ગઈતા.૧૮નાં બનેએ તેને નણંદના ઘરે જંકશનમાં બોલાવી ઝઘડો કરી ધમકી આપી હતી. આ ઉઘરાણીથી ત્રાસી તે ફઈના ઘરે બાળકો સાથે જતા રહ્યા હતાં. છતા આશીયાનાબેન ફોનમાં વ્યાજના રૂપીયા અંગે ગાળો દઈ ધમકી આપતાં ગઈતા. ૨૧નાં ઘરેથી નિકળી આજીડેમ પહોંચી બગીચામાં ફિનાઈલ પી લેતા સિવિલમાં ખસેડયા હતાં. તેમ ફરિયાદમાં જણાવતા પીઆઈ એચ.એન. પટેલની રાહબરીમાં તપાસ શરૂ થઈ છે.

(10:32 AM IST)