<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

ખીરસરા પાસે આઇસરે બાઇકને ટક્કર મારતા બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત

રાજકોટઃ લોધિકાના ખીરસરા નજિક લોધિકા જવાના રસ્તે બાલસરના પાટિયા પાસે આઇસરની ઠોકરે બાઇક ચડી જતાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. 

મેટોડાથી બી.એમ. ગોસાઈના જણાવ્યા મુજબ ચિભડા ગામના દેવાભાઈ નથુભાઈ પરમારનું મૃત્યુ થયું છે. મેટોડા પોલીસ સ્ટેશનના યોગીરાજસિંહ જાડેજા સહીતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી

(6:29 PM IST)