<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

લાતી પ્‍લોટમાં ડેલાની વિશાળ દિવાલ તૂટી પડીઃ બે બગી અને ચાર વાહનો દબાયાઃ ત્રણને ઇજા: જુઓ વિડિયો

કાશી વિશ્વનાથ પ્‍લોટમાં રહેતાં ઇકબાલભાઇ અબ્‍બાસભાઇ લાકડાવાલાના લાકડાના ટેકાના ડેલામાં ઘટનાઃ ભગવતીપરાના એઝાઝ આરબ, મોરબી રોડ સત્‍યમ્‌ પાર્કના વસંતભાઇ ઠક્કર, લાતી પ્‍લોટના જયરાજભાઇ ચોૈહાણને ઇજાઃ ડેલા પાસેથી પસાર થતાં ત્‍યારે દબાઇ ગયાઃ સારવાર હેઠળઃ વસંતભાઇને ગંભીર ઇજા

લાતી પ્‍લોટ શેરી નં. ૬/૩ના ખુણે આવેલા ઇસ્‍માઇલજી ટીમ્‍બર નામના લાકડાના ટેકાના ડેલાની વિશાળ દિવાલ તૂટી પડતાં ચાર વાહનો, બે બગી દબાઇ જતાં ભારે નુકસાની થઇ હતી. તેમજ એક વાહનમાં બેઠેલા બે યુવાન અને બાઇક પર નીકળેલા એક પ્રોૈઢ દબાઇ જતાં તેમને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. ૧૦૮, ફાયર બ્રિગેડ પણ પહોંચ્‍યું હતું. બી-ડિવીઝન પોલીસ મથકના અધિકારીઓ, સ્‍ટાફ પણ પહોંચ્‍યો હતો. ઘટના સ્‍થળે દિવાલ તૂટી પડયા બાદ જે દ્રશ્‍યો ખડા થયા હતાં તે જોઇ શકાય છે. દબાયેલા વાહનો, બગી, ઘાયલ થયેલા ત્રણ લોકો, ઘટના સ્‍થળે પોલીસ સહિતનો કાફલો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: શહેરના જુના મોરબી રોડ પર લાતી પ્‍લોટ-૬/૩ના ખુણે આવેલા લાકડાના ટેકાના ડેલાની વિશાળ દિવાલ એકાએક તૂટીને રોડ પર કાટમાળ, ટેકા પડતાં ત્‍યાંથી પસાર થઇ રહેલા, ઉભા રખાયેલા ચાર વાહનો જેમાં બે બાઇક, એક છોટા હાથી, એક આઇસર તેમજ બે બગી દબાઇ જતાં નુકસાની થઇ હતી. આ ઉપરાંત ત્રણ લોકોને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. વર્ષો જુની દિવાલ હોઇ તેના સહારે ઉભા રખાયેલા ટેકાના વજનને કારણે કદાચ તૂટી પડયાની શક્‍યતા જણાવાઇ હતી. જો કે ડેલાના માલિકના કહેવા મુજબ દિવાલ મજબુત હતી. એકાએક જ તૂટી પડી હતી.

જાણવા મળ્‍યા મુજબ લાતી પ્‍લોટ-૬/૩ના ખુણે આવેલા ઇસ્‍માઇલજી ટીમ્‍બર નામના લાકડાના ટેકાના ડેલાની મોટી દિવાલ સવારે એકાએક તૂટી પડતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. દિવાલના કાટમાળ અને લાકડાના ટેકાઓના જથ્‍થા નીચે વાહનો, બગી તેમજ લોકો દબાઇ ગયા હતાં. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતાં કાફલો પહોંચ્‍યો હતો. પヘમિ મામલતદાર પણ ટીમ સાથે પહોંચ્‍યા હતાં. આ બનાવમાં ત્રણ લોકો દબાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં વસંતભાઇ આત્‍મારામભાઇ ઠક્કર (ઉ.વ.૫૫-રહે. મોરબી રોડ સત્‍યમ પાર્ક-૩), જયરાજભાઇ મહેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૨-રહે. લાતી પ્‍લોટ-૧૦) તથા એઝાઝભાઇ ભીખુભાઇ આરબ (ઉ.વ.૨૩-રહે. ભગવતીપરા મોડર્ન સ્‍કૂલ પાસે)નો સમાવેશ થાય છે. આ ત્રણેયને ૧૦૮ મારફત હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવશેભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

વધુ માહિતી મુજબ જયરાજ અને એઝાઝ છોટાહાથીમાં બેઠા હતાં. આ બંને શેરી નં. ૧૨માં ચોકલેટના ગોડાઉનથી માલ ભરી શેરી નં. ૬માં માલ ખાલી કરી રવાના થતા હતાં ત્‍યારે જ તેના વાહન પર દિવાલ તૂટી પડતાં વાહનમાં નુકસાન થવા સાથે બંનેને ઇજાઓ થઇ હતી. જ્‍યારે વસંતભાઇ ખીરુ વેંચી ગુજરાન ચલાવે છે અને મોરબી રોડ પર ગાયત્રી મંદિરનું સંચાલન કરે છે. મંદિરેથી બાઇક લઇ વસ્‍તુ લેવા લાતી પ્‍લોટમાં આવ્‍યા ત્‍યારે બનાવ બન્‍યો હતો.

દિવાલ પડવાને કારણે આઇસર નં. જીજે૦૩બીવી-૬૦૨૨, છોટાહાથી જીજે૦૩બીવાય-૩૫૪૧, હોન્‍ડા જીજે૦૩ડીઆર-૪૧૦૦ તથા અન્‍ય એક હોન્‍ડા દબાઇ ગયા હતાં, જેના કારણે તેમાં નુકસાન થયું હતું. આ ઉપરાંત બે બગીનો પણ ભાંગીને ભુક્કો થઇ ગયો હતો. આ બનાવને પગલે મોટી સંખ્‍યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ડેલાના માલિક કાશી વિશ્વનાથ પ્‍લોટમાં રહેતાં અબ્‍દુલભાઇ અબ્‍બાસભાઇ લાકડાવાલાએ જણાવ્‍યું હતું કે સવારે નિત્‍યક્રમ પ્રમાણે ડેલો ખોલ્‍યો હતો અને મજૂરો કામ કરતાં હતાં ત્‍યારે અચાનક રોડ રોડ સાઇડની દિવાલ તૂટી પડી હતી. ડેલો વર્ષો જુનો છે પણ દિવાલ મજબૂત હતી. કઇ રીતે તૂટી પડી તે ખબર પડી નહોતી. બનાવને પગલે પヘમિ મામલતદાર પણ વિઝીટ કરવા પહોંચ્‍યા હતાં. ઘાયલ થયેલા પૈકી વસંતભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. બી-ડિવીઝન પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(2:44 PM IST)