તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
શેર બજારમાં રોકાણના નામે ૧૭ાા લાખની છેતરપીંડીમાં વલસાડનો હિરેન ઝડપાયો
સાયબર ક્રાઇમ પીઆઇ આર. જી. પઢીયાર અને ટીમે દબોચ્યોઃ મહિલાએ જે નાણા ગુમાવ્યા તેમાંથી ૧૦ાા લાખ હિરેનના ખાતામાં જમા થયા હતાં: મુંબઇના શખ્સનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૩: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર રૂક્ષમણી હાઇટ્સમાં રહેતાં નીશાબેન યવશંતભાઇ પેઢડીયા (ઉ.વ.૩૯) નામના મહિલએ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોક માર્કેટની જાહેરાત જોઇ તેમાં આપેલી વ્હોટ્સએપ ગ્રુપની લિંકમાં જોઇન થઇ બાદમાં તેમાં મળેલી સુચનાઓ મુજબ ઓનલાઇન સ્ટોક માર્કેટ શીખવાના નામે રોકાણ કરતાં થોડો પ્રોફીટ થયા બાદ એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી રોકાણ કરાવડાવી ગઠીયાઓ તેમની સાથે રૂ. ૧૭,૪૪,૦૦૦ની ઠગાઇ કરી હતી. ઉંચા પ્રોફીટની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી એક આરોપીને વલસાડથી પકડી લીધો છે. આ શખ્સના ખાતામાં નીશાબેનના ૧૦ાા લાખ રૂપિયા જમા થઇ ગયા હતાં. બાકીની રકમો અલગ અલગ એકાઉન્ટમાં જમા થઇ હતી. તેણે પુછતાછમાં વલસાડ-મુંબઇના શખ્સનું નામ આપતાં તપાસ આગળ ધપાવાઇ છે.
સાયબર ક્રાઇમ પોલીસે વલસાડમાં ઉદવાડા વિસ્તારની સન રેસીડેન્સીમાં રહેતાં હરિશ વેલજીભાઇ ભાનુશાળી (ઉ.વ.૫૩)ને પકડી લઇ એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. હરિશે પુછતાછમાં જણાવ્યું હતું કે વલસાડ ખાતે મુંબઇના એક શખ્સનો પરિચય થયા બાદ પોતે મુંબઇ ગયો હતો. ત્યાંથી તેને એકાઉન્ટ ભાડે મેળવવા સહિતની કામગીરી માટે એક દૂકાન ફર્નિચર સાથે અપાઇ હતી. તેમજ ગઠીયાઓએ તેને મહિને પગાર ચુકવવાની પણ લાલચ આપી હતી.
ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. જી. પઢીયાર, હેડકોન્સ. દેવેન્દ્રભાઇ બાબરીયા, કોન્સ. જયપાલસિંહ સોલંકી, પૃથ્વીરાજસિંહ ચોૈહાણ સહિતે આ કામગીરી કરી હતી.
(1:57 PM IST)










