તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
શહેરમાં ઝાડા-ઉલ્ટી-તાવ-શરદી-ઉધરસના ૧૮૫૫ કેસ
ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયાના એકપણ દર્દી તંત્રના ચોપડે નોંધાયા નથીઃ મચ્છર ઉત્પતી સબબ ૪૦૪ ને નોટીસ

રાજકોટ તા.૧૩: શહેરમાં દીવસે ને દીવસે મચ્છરજન્ય ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્ટીના ૨૦૬૬ થી વધુ દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.
શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ સાથો સાથ પાણીજન્ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૬ જાન્યુઆરી થી તા.૧૨ જાન્યુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાનો એકપણ કેસ નોંધાયો નથી
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ, મેલેરીયા તથા ચિકનગુનીયાના એકપણ કેસ નોંધાયો નથી. સીઝનનાં મેલેરીયા અને ડેન્ગ્યુનો એક એક કેસ નોંધાયા છે. જયારે ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી.
શરદી-તાવના ૧૮૫૫થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૪૩ તેમજ સામાન્ય તાવના ૭૨૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૧૬૩ કુલ ૧૮૫૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૦૨૫ તેમજ સામાન્ય તાવના ૧૫૦૦ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૧૯ તથા ટાઇફોડ, કમળા, મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી.
મચ્છર ઉત્પતિ સબબ ૪૦૪ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૩,૬૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૫૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૬૯ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૪૦૪ᅠ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:03 PM IST)










