<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

વોર્ડ નં. ૧૪માં વધુ એક વખત પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

કોઠારીયા કોલોની, માસ્‍તર સોસાયટી વિસ્‍તાર પાણી વિહોણાઃ કોંગ્રેસના આગેવાન ગજેન્‍દ્રસિંહની ઇજનેરોને રજૂઆત

રાજકોટ તા. ૧૩: શહેરના વોર્ડ નંબર ૧૪માં વધુ એક વખત પાણીની પાઇપલાઇન માં ભંગાણ થતાં શહેરના કોઠારીયા કોલોની અને માસ્‍તર સોસાયટીમાં આજે પાણી વિહોણા રહેશે.

શહેરના વોર્ડ નંબર ૧૪માં વખતો વખત પાણીની પાઇપલાઇનો માં બિસ્‍કીટ ની જેમ ભંગાણ થઈ રહ્યું છે. અગાઉ આ વોર્ડ ૧૪ એ વોર્ડ ૧૫ અને વોર્ડ નંબર ૧૯ નો ભાગ હતો તત્‍કાલીન સમયે વોર્ડ નંબર ૧૫માં ડી આઇ પાઇપલાઇન પથરાઈ ગઈ હતી પરંતુ તત્‍કાલીન સમયના વોર્ડ નંબર ૧૯ ના જે ભાગો આવે છે તેમાં કોઠારીયા કોલોની (પાર્ટ), ભક્‍તિનગર સોસાયટી, વાણીયાવાડી, ગોપાલ નગર, ગાયત્રી નગર, મિલપરા, શ્રમજીવી સોસાયટી, આનંદ નગર,  ગીતા નગર સહિતના જે વિસ્‍તારો આવે છે તેમાં અવારનવાર પાઇપલાઇનમાં ભંગાણ થાય છે અને ડહોળા અને ગંધાતા પાણીની વ્‍યાપક ફરિયાદો તંત્ર ના રેકોર્ડ પર છે. કારણકે તત્‍કાલીન સમયે વોર્ડ નંબર ૧૫ નું ટેન્‍ડર પાસ થયું હતું પરંતુ ત્‍યાર પછી વોર્ડ નંબર ૧૯ ના જે હાલ વોર્ડ નંબર ૧૪ ના ભાગો છે તે વિસ્‍તારમાં પચાસેક વર્ષ જૂની પાઇપલાઇનો હોવાને પગલે ભંગાણ થતું જ રહે છે.

આ વિસ્‍તાર ડી આઇ પાઇપ લાઇનથી વંચિત છે. તેમાં ડી આઇ પાઇપલાઇન  નાખવા વખતો વખત રજૂઆતો પણ કરવામાં આવી છે. આજરોજ રાત્રે પાણીની ૨૪ કલાકની ગુરુકુળ ઝોનની  પાઇપલાઇન તૂટી જતા સવારે પાણી ન મળતા કોંગ્રેસના આગેવાન ગજુભાએ અધિકારીઓને આ બાબતે જાણ કરી પાણીની પાઇપલાઇન ગરબી ચોક, પાસે કોઠારીયા કોલોની પાસે લાઈનમાં  ભંગાણ પડતાં ઘટના સ્‍થળે દોડી જઈ ઉપસ્‍થિત આસિસ્‍ટન્‍ટ ઇજનેર અને કોન્‍ટ્રાક્‍ટરો પાસેથી વિગત લઈ ડેપ્‍યુટી ઇજનેર અને સીટી ઇજનેર ને સ્‍થળ ઉપરથી તાત્‍કાલિક લાઈન મરામત કરી પાણી વિતરણ ચાલુ કરવા રજૂઆત કરી હતી.

(4:55 PM IST)