<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

દેશ-વિદેશના પતંગબાજોએ શહેરનું ગગન સપ્‍તરંગી પતંગોથી સુશોભિત કરી દીધુ

ગ્રીસ, ઇટલી, લેબનોન સહિતના ૧૬ પતંગબાજો જોડાયાઃ રવિવારની રજામાં શહેરીજનો ઉમટયાઃ જગ્‍યા ટુંકી પડતા થોડી અવ્‍યવસ્‍થા સર્જાયઃ આંતર રાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો સાંસદ પરષોતમભાઇ રૂપાલાએ પ્રારંભ કરાવ્‍યો હતો

રાજકોટઃ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડનાસંયુક્‍ત ઉપક્રમે ધર્મેન્‍દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે ‘આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૨૫' યોજાયો હતો જેમાં ગ્રીસ, ઈટલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્‍ડ, નેધરલેન્‍ડ, પોર્ટુગલ, રિયુનિયન, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્‍પેન, સ્‍વિત્‍ઝરલેન્‍ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્‍ટેટ્‍સ, વિયેતનામ સહિત વિવિધ દેશોના તથા ભારતના પંજાબ અને રાજસ્‍થાન સહિત વિવિધ રાજ્‍યોના પતંગવીરો જોડાયા હતા. આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. તેમજ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે સાંસદ પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્‍યું હતું કે, પતંગોત્‍સવ આપણા તળપદા ઉત્‍સવો પૈકી એક ઉત્‍સવ છે.  પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે આપણા ગુજરાતના મુખ્‍યમંત્રી હતાં ત્‍યારે તેમણે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવનું આયોજન કર્યું હતું, પરંતુ એ વખતે કેટલાક લોકોએ તેની ટીકાઓ કરેલી પરંતુ ત્‍યારપછીથી જે પ્રકારે આ આયોજનને સફળતા મળી રહી છે એ જોઇને સૌ તેની પ્રશંસા કરે છે.

જયનાબેને જણાવેલ કે, સૌ પ્રથમ તો શહેરીજનોને આગામી મકરસંક્રાતિ પર્વની ખુબ ખુબ શુભેચ્‍છા પાઠવું છું. ગુજરાત રાજ્‍ય તેની સાંસ્‍કળતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત પ્રવાસન નિગમ લિ. મારફત ગુજરાતના વિવિધ શહેરોમાં આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ શહેરમાં પતંગ મહોત્‍સવ યોજાઈ રહ્યો છે. રાજકોટ એક ‘રંગીલું' શહેર છે. રંગીલું રાજકોટ વિવિધતામાં એકતાનું પ્રતિક છે.

કાર્યક્રમના પ્રારંભે શાબ્‍દિક સ્‍વાગત સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ અને મંચસ્‍થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્‍પ વડે સ્‍વાગત સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા અને પ્રવાસન વિભાગના ઝોનલ હેડ દ્વારા કરવામાં આવ્‍યું. કાર્યક્રમની રૂપરેખા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવનો શુભારંભ રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે કરવામાં આવ્‍યો તેમજ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેલ. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજ્‍ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પ્‍લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, શિશુ કલ્‍યાણ, ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, દક્ષાબેન વાઘેલા, અલ્‍પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, અશ્વિનભાઈ પાંભર, મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, ડો. પ્રીતિબેન દોશી, ડો. હાર્દિક ગોહેલ, જયશ્રીબેન ચાવડા, નિલેશભાઈ જલુ, અલ્‍પાબેન દવે, ડો. અલ્‍પેશભાઈ મોરજરીયા, કંચનબેન સિધ્‍ધપુરા, મંજુબેન કુગશિયા, કુસુમબેન ટેકવાણી, દક્ષાબેન વાઘેલા, ચેતનભાઈ સુરેજા, રસીલાબેન સાકરીયા અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત રહેલ.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)(

(3:23 PM IST)