<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

હનુમાન ચાલીસાના પાઠ-રામધૂનનો કાર્યક્રમ

રઘુવંશી પરિવાર ચેરીટબલ ટ્રસ્ટ દ્વારા સાંજે ૬ થી ૮ આશિષભાઇ કોટક કવિતાબેન કોટક, કાજલબેન કથરેચા, રાહુલ શિંગાળા, કિશન મિરણીના સ્વરમાં શ્રીનાથજીના સત્સંગ - કિર્તનનો કાર્યક્રમ મંદિરના મહેશભાઇ બથીયાએ હનુમાન ચાલીસા પાઠ તથા મહેશભાઇ વાગડીયા અને ઉત્તમભાઇ ધનેશાએ રામધૂન બોલાવી શ્રોતાઓને રામભકિતમાં તરબોળ કર્યા

રાજકોટ : રઘુવંશી પરિવાર ટ્રસ્ટની એક યાદી જણાવે છે કે લોહાણા સમાજના  કુલદેવતા વીરદાદા જશરાજજીના શોર્ય દિન નિમિતે શનિવારે સાંજે જાગનાથ મંદિર ચોક, ખાતે અખંડ સંકીર્તન મંદિરના સહયોગથી રઘુવંશી પરિવાર ચેરીટેબલ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ તથા રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રઘુવંશી આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંકિર્તન મંદિરના મહેશભાઇ બથીયાએ હનુમાન ચાલીસા પાઠ તથા મહેશભાઇ વાગડીયા અને ઉત્તમભાઇ ધનેશાએ રામધૂન બોલાવી શ્રોતાઓને રામભકિતમાં તરબોળ કર્યા હતા. આ કાર્યક્રમમાં સંર્કિતન મંદિ (પ્રેમ  પરિવાર)ના ટ્રસ્ટીઓ હરુભાઇ  નથવાણી, રાજુભાઇ દાવડા, દિનેશભાઇ રાયચુરા, ચંદુભાઇ પંચાણી, અને મંદિરના સભ્યો ઉત્તમભાઇ ધનેશા, નિલેશભાઇ જોબનપુત્રા, મયુરભાઇ સોમૈયા, જયેશભાઇ અનડકટ, હર્ષદભાઇ રૂધાણી, પ્રફુલભાઇ ગૌસ્વામી, કિશોરભાઇ નથવાણી, હિરેનભાઇ ગોહિલ, ગીરીશભાઇ ટાંક, અશોકભાઇ વાજાણી જોડાયા હતા.

શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી હસમુખભાઇ ભગદેવ અને ટ્રસ્ટીઓના આમંત્રણને માન આપીને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ નિશાંતભાઇ ચોટાઇ, પૂર્વ મેયર જનકભાઇ કોટક, કમલેશભાઇ ઠકરાર, જીતુભાઇ લાખાણી, વિજયભાઇ નથવાણી, અશ્વિનભાઇ બગડાઇ, કમલેશહભાઇ લાલ, અશોકભાઇ સેજપાલ, પારૂલબેન જોબનપુત્રા તથા કોર્પોરેટર વર્ષાબેન પાંધી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમ ટ્રસ્ટની યાદી જણાવે છે.

રાજકોટના સંકિર્તન મંદિરમાં ૪૦ વર્ષથી ૩૬૬૫ દિવસ સતત ૨૪ કલાક અખંડ રામધુન બોલવામાં આવી રહી છે.

આજે તા.૧૩ ના રોજ મહિલા સમિતિ દ્વારા શ્રીનાથજીના પાઠ તથા સત્સંગનું આયોજન કરવામાં આવલ છે. સહ પરિવાર સાથે લાભ લેવા આમંત્રણ અણ્પાયું છે. આશિષભાઇ કોટક, કવિતાબેન કોટક, કાજલબેન કથિરીયા, કિશનભાઇ મીરાણી, રાહુલભાઇ શિંગાળા આ કાર્યક્રમને ભકિતમય બનાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટની મહિલા સમિતિની બહેનો જહેમત ઉઠાવી રહ્યાનું ટ્રસ્ટની યાદી જણાવે છે. અને ત્યારબાદ ભોજન વ્યવસ્થા રખાયાનું સંસ્થાના સર્વશ્રી મનીષાબેન ભગદેવ, શીતલબેન બુધ્ધદેવ, લીનાબેન રાજાણી, પ્રીતીબેન પાંઉ, કિરણબેન કેરારીયા, સોભનાબેન બાટવીયા, તૃપ્તીબેન નથવાણી, જાગૃતિબેન ખીમાણી, અનીતાબેન પાંઉ, પલ્લવીબેન પોપટ, બીજલબેન ચંદારાણા, પ્રજ્ઞાબેન રાજા, નેહાબેન રાચ્છ, સોનલબેન પુજારા, કરુણાબેન સંમૈયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે

(3:39 PM IST)