News of Monday, 13th January 2025
યુનિટી ફાઉન્ડેશન દ્વારા જાજરમાન લગ્નોત્સવ યોજાયો
માતા-પિતા વિહોણી જરૂરીયાતમંદ પરિવારોની ૮ ૧ દીકરીઓના સમુહ લગ્ન કરાયાઃ દાતાઓ તરફથી ર કરોડનું અનુદાનઃ દીકરીઓને કરીયાવરની લ્હાણીઃ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આર્શિવચન પાઠવ્યા

રાજકોટ તા. ૧૩રાજકોટના યુનિટી ફાઉન્ડેશન દ્વારા તા. ૧૧ને શનિવારે ૮૧ દીકરીઓનાં જાજરમાન સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવા ૧૫૦ રીંગ રોડ પર પરસાણા ચોકમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં જાજરમાન સમૂહ લગ્ન યોજાયા હતા. આ ભવ્ય સમૂહલગ્નમાં કન્યાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂંક, ચાંદીની પાયલ, સ્ટીલ કબાટ, સેટી પલંગ, ફ્રીજ,સોફા, ટીપાઈ, સૂટકેસ વિગેરે ૧૦૦થી વધુ જીવનજરૂરી તમામ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે આપવામાં આવી હતી. યુનિટી ફાઉન્ડેશનના સ્વપ્નદ્રષ્ટા અને ચેરમેન ડો. ભરત બોઘરા (ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ) પરેશભાઈ ગજેરા,પ્રમુખ-રાજકોટ બિલ્ડર એસોસિયેશન, પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડિયા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ કિયાડાના માર્ગદર્શન અને રાહબારી હેઠળ લગ્નોત્સવ તડામાર તૈયારી કરવામાં આવી હતી.
સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય જલશકિત મંત્રી અને ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયા સહિત સ્થાનિક ભાજપનાં આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં પાટીલ અને રૂપાલાએ નવદંપતીને આશીર્વાદ આપી આ સમારોહ યોજવા બદલ યુનિટી ફાઉન્ડેશનનાં અગ્રણી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા સાહિતનાને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે બોધરાએ આગામી વર્ષે ત્રણ ગણો મોટો સમારોહ યોજવાની જાહેરાત કરી હતી. જેને પગલે મિનિટોમાં ૨ કરોડનું અનુદાન મળ્યું હતું. સી.આર.પાટીલે આ તકે જણાવ્યું હતું કે, ગરીબ મા બાપને સૌથી મોટી ચિંતા લગ્નની હોય છે. આર્થિક તંગદીલીના લીધે લગ્ન માટે ખેતર-મકાન વેચવું પડતું હોય છે. ત્યારે આવા સમૂહ લગ્નોત્સવ આવી દીકરીઓ માટે આશીર્વાદ બને છે. સમૂહ લગ્નનું આયોજન પૂણ્યનું કામ છે. તેથી નવદંપત્તીઓ અને આયોજકોને શુભેચ્છા પાઠવું છું. સમૂહ લગ્ન તથા અન્ય સેવાકીય કાર્યો માટે સૌરાષ્ટ્ર- રાજકોટના લોકો હંમેશા આગળ હોય છે. આ લગ્નોત્સવમાં ૬ દીકરીઓ એવી હતી કે, જેમણે માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવી હતી. જેમાં મંડપ નં-૯ની હીરલબેન પટેલ કહે છે કે, વ્યવસ્થા ખૂબ જ સરસ છે તમામનો આભાર, જ્યારે મંડપ નં-૧૪ની દીકરી સોનલબેન ઠાકોરે કહ્યું કે, આયોજકોનો ખૂબ જ ધન્યવાદ, આવા સમૂહ લગ્ન થવા જોઈએ, મંડપ નં-૧૫ની સ્નોહાબેન રાઠોડે કહ્યું કે, ભરતભાઈ તથા તેમની ટીમનો આભાર માનીએ તેટલો ઓછો છે. મંડપ નં-૨૧ના મનીષાબેને જણાવ્યું કે, યુનિટી ફાઉન્ડેશનનું કામ અદભુત છે જીવન પર આભારી રહીશ, મંડપ નં-૨૨ના કિંજલબેન ચાવડાએ જણાવ્યું કે, યુનિટી ફાઉન્ડેશને કરીયાવરની તમામ ચીજવસ્તુઓ આપી છે. તેથી તેમનો આભાર.
યુનિટી ફાઉન્ડેશનનાં આગેવાન અને પ્રદેશ ભાજપનાં ઉપાધ્યક્ષ ડો. ભરત બોધરાએ જણાવ્યું હતું કે, આજે ૮૧ દીકરીઓનાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬ દીકરીઓ માતા-પિતા વિહોણી છે. જ્યારે ૩૨ જેટલી દીકરીઓને માતા કે પિતા બેમાંથી એક ન હોય તેવી છે. આજે આ તમામ દીકરીઓનાં શાસ્ત્રોકત વિધિથી લગ્ન કરાવવાની સાથે તેમને ૧૪૦ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી છે. આ સાથે જ આજે આગામી વર્ષે આનાથી ત્રણ ગણો મોટો લગ્ન સમારોહ યોજવાની અને ૨૦૦ કરતા વધુ દીકરીનાં લગ્ન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ રૂ. ૨ કરોડનું અનુદાન પણ મળ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, પ્રમુખ હરેશભાઈ કાનાણી, ઉપપ્રમુખ વિજયભાઈ તોગડીયા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ કિયાડા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આ આયોજન માટે દાતાઓ તરફથી દાન પણ મળ્યું હતું. જેમાં દિનેશભાઇ એન. પરસાણા, ચંદુભાઈ એન. પરસાણા, પરેશભાઈ ઘેલાણી, નરેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઇ ડોબરીયા, દર્શનભાઈ કારીયા, વિમલભાઈ સીદપરા, મુકેશભાઇ રામાણી, રાજદિપસિંહ એમ. જાડેજા, રસિકભાઈ ગોંડલીયા, શૈલેષભાઈ શિંગાળા, ધીરુભાઈ રોકડ, હરિભાઇ ભંડેરી, ગુણુભાઈ ભાદાણી, રમેશભાઈ વાછાણી, મહિપતસિંહ ચુડાસમા, મનસુખભાઇ ભીમાણી, વલ્લભભાઈ તોગડીયા, જયેશભાઈ જી. ચોથાણી, જિજ્ઞેશભાઈ ક્યાડા, ભરતભાઇ બોઘરા, મનજીભાઇ જગાભાઈ ગજેરા, હરેશભાઈ કાનાણી, રમેશભાઈ પરસાણા, ભાવેશભાઈ લીંબાસીયા, પ્રિતેશભાઈ પીપળીયા, કિશોરભાઇ સાવલિયા, ચેતનભાઈ સુદાણી, સંદિપભાઈ સાવલીયા, કેતનભાઈ સોરઠીયા, યોગેશભાઈ ડી. વઘાસીયા, અતુલભાઈ સખીયા, વિજયભાઇ તોગડીયા, નિલેશભાઈ ટીલાળા, અશ્વિનભાઈ પાનસુરિયા, રસિકભાઈ આંબલીયા, પરેશભાઈ પરસાણા, સુરેશભાઈ હિરપરા, સંજયભાઈ લુણાગરિયા, વીરાભાઇ હુંબલ, અશ્વિનભાઈ રૂપાપરા, જીતેન્દ્રભાઈ જે. કાકડીયા, જે. કે. પટેલ મોણપરા, જયેશભાઈ બોઘરા, વિજયભાઈ કોરાટ, સાગર પઢીયાર, કૃષ્ણસિંહ જાડેજા (ખોડુભા), રાજુભાઈ રંગાણી, દિપકભાઈ સાવલિયા, સુરેશભાઈ એસ. રૈયાણી, સુરેશભાઈ ભંડેરી, વિનોદભાઈ રામાણી, બી. એમ. પટેલ, ધર્મેશભાઈ જીવાણી, વિનુભાઈ વરસાણી, વ્રજલાલ મોહનલાલ મહેતા, ગુણવંતભાઈ જેઠાભાઈ દુધાગરા, કૌશિકભાઈ સરધારા, હિતેષભાઈ આટકોટિયા, ધીરુભાઈ રામાણી, દિપકભાઈ બાબરીયા, સુરેશભાઈ વેકરીયા, નટુભાઈ નવાડિયા, વસંતભાઈ વિરડીયા, પરેશભાઈ લીલા, રવિભાઈ મંડ, અનિલભાઈ ભલ્લુ, નૈનેશભાઈ વેકરીયા, નિલેશ વિરાણી, ભુપતભાઈ શિયાણી, રમેશભાઈ સગપરિયા, ધર્મેશભાઈ મોલીયા, ઙ્કવીણભાઈ સંતોકી, મનીષભાઈ પી. કોરાટ, ચંદ્રેશભાઇ પાદરીયા, રાજેશભાઈ એમ. શિંગાળા, હરકિશન સોજીત્રા, જયંતીભાઈ સરધારા, નિલેશભાઈ પરસાણા, વિશાલભાઈ એલ. સાકરીયા, ધીરજભાઈ જી. ટીલાળા, જગદીશભાઈ શિંગાળા, અશ્વિનભાઈ એલ. કોરાટ, સુરેન્દ્રકુમાર ગુપ્તા, દિનેશભાઈ ચોવટીયા, દિલીપભાઈ પટેલ, કૈલાશભાઈ ગોપાલભાઈ વાડોદરિયા, અરવિંદભાઈ સાવલિયા, હિતેશભાઈ ભાલોડીયા, મનોજભાઈ ઉનડકટ, અંકુરભાઈ પરસાણા, સાગરભાઇ દેસાઈ, દિનેશભાઈ ભીમાણી, સાગરભાઇ ટાઢાણી, કિરણબેન તાડા, શ્રી દિપકભાઈ જોશી, અતુલભાઇ વેકરીયા, મનીષ ડેડકીયા, ભાર્ગવીબા ગોહિલ, યોગીતાબેન વેકરીયા, ઉમેશકુમાર ધામેચા સહિતનાઓનો સમાવેશ થાય છે.
(3:49 PM IST)










