<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

મકરસંક્રાંત તહેવાર - પશુધનના અગણિત ઉપકારનું સ્મૃતિ પર્વ

રાજકોટ : રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની યાદી જણાવે છે કે પાંજરાપોળ ના એટલે હજારો જીવોને અભયદાન. નહીતર આ જીવો પણ કતલખાનાના દરવાજે પહોંચી ગયા હોત.હિન્દુ સંસ્કૃતિમાં દાનનું મહત્વ શાસ્ત્રમાં પાને પાને લખાયેલ છે. જેમાં, મકરસંક્રાંતિનાં દિવસે કરેલ દાનનું ઉંચુ પૂણ્ય કહેલું હોવાથી આ દિવસે પશુઓને ઘાસ અને પક્ષીઓને ચણ આપી આપણે મહાપુણ્ય ઉપાર્જન કરીએ છીએ.

આ યાદી જણાવે છે કે જીવદયાના મંદિર સમી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ મકરસંક્રાંતિ તા.૧૪ જાન્યુઆરી (સ્થાપનાનું વર્ષ)ના શહેરની અંદર અલગ અલગ જગ્યાએ મંડપો નાંખેલા હોય તો આપ સૌ જીવદયાપ્રેમીશ્રીઓને મંડપની મુલાકાત લેવા નમ્ર અપીલ છે

(4:11 PM IST)