<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

કાલે શ્રી માંધાતા પ્રાગટય મહોત્સવ : રાજકોટમાં શોભાયાત્રા

જય માંધાતા સુર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન : સંતોમહંતોની ઉપસ્થિતિ સવારે ૮:૩૦ આજીડેમ ચોકડી રવિવારીના ગ્રાઉન્ડ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ વિવિધ રાજમાર્ગો પર ફરશે, બેડીપરા ફાયરબ્રીગેડ ખાતે પૂર્ણાહૂતી : જાહેર આમંત્રણ


રાજકોટ : શહેરમાં આવતીકાલે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે મંગળવારે તળપદા કોળીની સંસ્થા, જય માંધાતા સુર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંઘાતા પ્રાગટય મહોત્સવ નિમિતે ભવ્ય-દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ શોભાયાત્રાનું પ્રસ્થાન સવારે ૮:૩૦ કલાકે આજીડેમ ચોકડી પહેલા રવિવારીનું ગ્રાઉન્ડ સમાજના સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન થશે. ત્યાર પછી આજીડેમ ચોકડી, અમુલ સર્કલ, ચુનારાવાડ ચોક, સિતારામનગર, જલગંગા કે.ડી. ચોક, બાલક હનુમાન ચોક, પેડક રોડ, રણછોડદાસબાપુ આશ્રમ, કુવાડવા રોડ, પારેવડી ચોક, પટેલવાડી, બેડીપરા ફાયર બ્રિગેડ આ વિસ્તારમાં શોભાયાત્રા નિકળશે. આ શોભાયાત્રામાં કોળી સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે જય માંધાતા સુર્યવંશી ગ્રુપના પ્રમુખ મહેશભાઇ રાજપરા, ઉપપ્રમુખ રણછોડભાઇ કોબિયા, ઉપપ્રમુખ રમેશભાઇ રાઠોડ, સંગઠન મંત્રી દીનેશભાઇ સાબળીયા, મંત્રી હકાભાઇ સોરાણી, ખજાનચી, સુરેશભાઇ ગણદીયા, સહ મંત્રી સંજયભાઇ સાકરીયા તેમજ કારોબારી સમિતિ, જુના ટ્રસ્ટીઓ અને કાર્યકારો તથા ગોરધનભાઇ કુમરખાણીયા, શૈલેશભાઇ જાદવ અને બાબુભાઇ ચાવડા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે (મો.૯૯૧૩૬ ૨૯૭૫૩) ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:21 PM IST)