<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

રાજકોટમાં વધુ એક વખત બંગાળી કારીગરોની ‘કારીગીરી': સોની વેપારીનું ૧.૧૦ કરોડનું સોનુ લઇ રફૂચક્કરઃ ચાર બંગાળીઓ સામે એ-ડિવીઝન પોલીસમાં વેપારી નીરજભાઇ ધાનકની ફરિયાદ

રાજકોટઃ શહેરમાં સોની બજારના અનેક વેપારીઓ સાથે અત્‍યાર સુધીમાં અમુક બંગાળી કારીગરો કરોડોની ઠગાઇ કરી ચુક્‍યા છે. કારીગર તરીકે શરૂઆતમાં ઇમાનદારીથી કામ કરી વેપારીનો વિશ્વાસ જીતી બાદમાં તેમનું સોનુ ઉસેડી છુમંતર થઇ જતાં હોય છે. આવા વધુ એક બનાવમાં કરણપરાના સોની વેપારી સાથે ચાર બંગાળી કારીગરોએ રૂા. ૧ કરોડ ૧૦ લાખની ઠગાઇ કરી છે. ચારેય સોનુ લઇ ફોન બંધ કરી ગાયબ થઇ ગયા છે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે જાગનાથ પ્‍લોટ શેરી નં. ૧૨માં શિવ પેલેસ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે રહેતા નિરજભાઈ ગિરીશભાઈ ધાનક (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. નિરજભાઇ કરણપરા ગરબી ચોક પાસે જીકેડી જ્‍વેલર્સ પ્રા.લી. નામે સોનાના દાગીના બનાવવાનું કારખાનુ છેલ્લા તેર  વર્ષથી ધરાવે છે.  તેના  કારખાનામાં ૪૦ જેટલા બંગાળી કારીગરો કામ કરે છે. જેમાંથી પ્‍યાસ કાંતિ તરૂણ પંડિત છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે. તેને ગઇ તા. ૭ નવેમ્‍બરથી ૯ ડીસેમ્‍બર દરમિયાન સોનાની બંગડી બનાવવા માટે ૮૫૬૯.૭૧૦ ગ્રામ ૨૨ કેરેટ સોનુ આપ્‍યું હતું. જેમાંથી તેણે ૭૭૪૯.૭૧૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. જ્‍યારે રૂા. ૬૦.૮૮ લાખની કિમતનું ૮૨૦ ગ્રામ સોનુ લેવાનું હજી બાકી હતું. બીજો કારીગર અનિસૂર સાબિદઅલી રહેમાન તેના કારખાનામાં છેલ્લા ચારેક  વર્ષથી કામ કરે છે. તેને ગઇ તા. ૭ નવેમ્‍બરથી લઇ ૯ ડીસેમ્‍બર દરમિયાન સોનાની બંગડી બનાવવા માટે ૧૧૫૩૯.૫૧૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનુ આપ્‍યું હતું.

જેમાંથી ૧૧૪૫૨.૧૫૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. તેની પાસેથી હજુ રળા. ૬.૪૫ લાખનું ૮૭ ગ્રામ સોનુ લેવાનું બાકી હતું. ત્રીજો કારીગર અસીમ અજય મંડલ  તેના કારખાનામાં છેલ્લા પાંચેક વર્ષથી કામ કરે છે. તેને પણ ગઇ તા. ૭ નવેમ્‍બરથી લઇ ૯ ડીસેમ્‍બર સુધીમાં ૪૩૮૦.૦૧૦૦૧૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનુ આપ્‍યું હતું. જેમાંથી ૪૧૧૪.૦૧૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. હજુ તેની પાસેથી રૂા. ૧૯.૭૪ લાખનું ૨૬૬ ગ્રામ સોનુ લેવાનું બાકી હતું. જ્‍યારે ચોથો કારીગર રહીમઅલી રજાબઅલી છેલ્લા આઠેક વર્ષથી કામ કરે છે. તેને પણ ગઇ તા. ૭ નવેમ્‍બરથી લઇ તા. ૯ ડીસેમ્‍બર સુધીમાં ૧૭૯૫૦.૫૮૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનુ બંગડી બનાવવા માટે આપ્‍યું હતું. જેમાંથી તેણે ૧૭૬૫૬.૫૮૦ ગ્રામ સોનાની બંગડી બનાવીને પરત આપી હતી. જ્‍યારે તેની પાસેથી હજુ રૂા. ૨૧.૮૨ લાખનું ૨૯૪ ગ્રામ સોનુ લેવાનું બાકી હતું.

આ દરમિયાન આ ચારેય કારીગરોએ મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા. એટલું જ નહીં ઘરે જઇ તપાસ કરતાં જતા રહ્યાની માહિતી મળી હતી. જેથી તમામ વિરૂધ્‍ધ આજે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચારેય કારીગરો રૂા. ૧.૦૮ કરોડની કિમતનું ૨૨ કેરેટનું ૧૪૬૭ ગ્રામ સોનુ ઓળવી ગયા હતા. ચારેય કારીગરો મૂળ પヘમિ બંગાળના છે. જેમાંથી પ્‍યાસ કાંતિ વર્ધમાનનગર શેરી નં.૩, અનિસૂર વાણીયાવાડી ગાર્ડન પાસે, અસીમ જિલ્લા ગાર્ડન ચોક પાસે અને રહીમઅલી રામનાથપરા શેરી નં. ૬માં રહે છે. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(11:39 AM IST)