<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

કોઠારીયા સોલવન્‍ટ નુરાનીપરા પાસે મવડીના વેપારી ધ્રિકેશ ખુંટ પર ચાર જણાનો ધોકાથી હુમલોઃ ઝપાઝપીમાં ૧ાા લાખનો ચેઇન ખોવાયોઃ વાહન જોઇને ચલાવવાનું કહેતાં તૂટી પડયા

રાજકોટઃ કોઠારીયા સોલવન્‍ટ નુરાની પરા પાસે વાહન સરખી રીતે ચલાવવાનું કહેતાં મારામારી થઇ હતી. મવડી શ્રીનાથજી પાર્ક-૪ બ્‍લોક નં. ૮ રંગોલી બંગલોઝની બાજુમાં રામધણ પાસે રહેતાં વેપારી ધ્રિકેશ અનીલભાઇ ખુંટ (ઉ.વ.૨૫) પોતાની અર્ટીગા કાર જીજે૦૩એમઇ-૩૯૭૮ લઇને જતાં હતાં ત્‍યારે નુરાનીપરા પાસે સફેદ રંગના એક્‍ટીવા જીજે૦૩એનઇ-૧૬૫૦ના ચાલક અને અજાણ્‍યા ત્રણેક જણાએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ ફડાકા મારી મોઢા પર ઇજા કરી ધોકાથી ફટકારી જમણા પગ અને સાથળમાં તેમજ બેઠક પર માર મારતાં સારવાર લેવી પડી હતી. ઝપાઝપપીમાં ધ્રિકેશભાઇનો દોઢ લાખનો ચેઇન પણ ખોવાઇ ગયો હતો. તેણે એક્‍ટીવા ચાલકને જોઇને વાહન ચલાવવાનું કહેતાં આ માથાકુટ થઇ હતી. આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એચ. આર. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:40 AM IST)