તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
મારવાડી કોલેજની હોસ્ટેલમાં તેલંગાણાના વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈને આપઘાત
તેલંગાણાના શારેડ્ડી સાઈરામ રેડ્ડી નામના કોમ્પ્યુટર એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ રૂમ નંબર ડી 104માં ગળેફાંસો ખાદ્યો

રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા તેલંગાણાના વિદ્યાર્થીએ ગળેફાંસો કહી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો છે
મળતી વિગત મુજબ મૂળ તેલંગાણાના શારેડ્ડી સાઈરામ રેડ્ડી નામના કોમ્પ્યુટર એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર રૂમ નંબર ડી 104માં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે
પોલીસે જાણ થતા ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહને પીએમ માટે મોકલી આપવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
(9:54 PM IST)










