તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
રાજકોટે મોજથી મનાવી મકરસંક્રાંતિ : પતંગની સાથે આભને આંબ્યો આનંદ, ખુશીઓના પેચ

રાજકોટ : ગઇકાલે પવનનું જોર સારૂ રહેતા રાજકોટવાસીઓએ મોજની મકરસંક્રાંતિનો આનંદ લુંટયો હતો. ધાબે ધાબે કાયપો છે, ઢીલ દે દે જેવા શબ્દો પડઘાતા રહ્યા હતા. ફુગ્ગા, માસ્ક, ફીરકી, પતંગ લઇને સવારથી જ લોકો અગાસીએ ચડી ગયા હતા. હળવી મ્યુઝીક સીસ્ટમોમાં ગુંજતા ગીતો વચ્ચે ચીકી, જીંજરા, શેરડીની જયાફત પણ ઉડી હતી. બાળકો અને મોટેરાઓ સૌએ મકરસંક્રાંતિનો આનંદ લુંટયો હતો. ઘણાએ ઘણાની પતંગો કાપી અને ઘણાની પતંગો કપાઇ હતી. તો ઘણાયે પતંગો લુંટવાનો નિર્દોષ આનંદ લીધો હતો. એકંદરે પવન સારો રહેતા આખો દિવસ આકાશ પતંગોથી છવાયેલુ રહ્યુ હતુ. ઉપરોકત પ્રથમ હરોળની પ્રથમ તસ્વીરમાં પુર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પણ પતંગ પર્વનો આનંદ માણતા નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં પતંગ પર્વને મનભરીને માણતા રાજકોટવાસીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(12:19 PM IST)










