<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો :જાણો રાજકોટ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

રાજકોટ : શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

આજે રાજકોટ યાર્ડમાં લીંબુનો ભાવ 500થી 1000, બટેટા 200થી 350, ડુંગળી સુકી 130થી 450, ટમેટા 100થી 300, મુળા 200થી 380, રીંગણા 100થી 300, કોબીજ 50થી 100, ભીંડો 120થી 210, ગુવાર 1400થી 1800 અને વાલોળ 150થી 300 જોવા મળ્યો છે.

(2:01 PM IST)