<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

અનેક ગુનાઓમાં સંડોવાયેલા પ્રતિક ચંદારાણાને પાસા તળે જેલમાં ધકેલાયો

અગાઉ આજીડેમ ચોકડી નજીક બામણબોરના પત્રકાર પર હુમલો કર્યો હતોઃ આજીડેમ પોલીસે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૪: શહેરમાં અગાઉ દારૂ, મારામારી, પોલીસની ફરજમાં રૂકાવટ સહિત અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્‍સને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

પ્રતિક દિલીપભાઇ ચંદારાણા (ઉ.વ.૩૩-રહે. આજીડેમ ચોકડી પાસે માન સરોવર પાર્ક, હીંગળરાજ પાનવાળી શેરી)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાદવના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને રજુ કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનરે મંજુર કરી વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં તેની બજવણી કરી પ્રતિકને અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે.

પ્રતિક અગાઉ દારૂ, મારામારી, ફરજમાં રૂકાવટ, બામણબોરના પત્રકાર પર હુમલો સહિતના અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. છેલ્લે માંડા ડુંગર પાસે રહેતાં પરિવાર પાસે ખંડણી માંગી ડખ્‍ખો કર્યો હતો. આ પરિવાર ઘર છોડી લાલપરીમાં સગાને ત્‍યાં જતો રહેતાં ત્‍યાં જઇને પણ ધમાલ મચાવી હતી. પીઆઇ એ. બી. જાડેજા, હારૂનભાઇ, લક્ષમણભાઇ સહિતની ટીમે વોરન્‍ટ બજવણી કરી હતી.

(3:05 PM IST)