<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

બોલેરોએ ટુવ્‍હીલરને ઉલાળતાં ઘવાયેલા ગોંડલના સોનલબા વાઘેલાનું મોત .

સાથેના ધારાબા જાડેજાને ઇજા થઇ હતીઃ બંને બહેનપણી રાજકોટ મોલમાંથી ખરીદી કરી પરત જતાં હતાં ત્‍યારે ખોખડદડ લોઠડા વચ્‍ચે ગત પાંચમીએ અકસ્‍માત નડયો હતો

રાજકોટ તા. ૧૫: કોઠારીયા નજીક ખોખડદળ અને લોઠડા ચોકડી વચ્‍ચે ગત પાંચમી તારીખે સાંજે બોલેરો અને ટુવ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બોલેરોમાં બેઠેલા દસથી વધુ મજુરો પૈકી ચારથી પાંચને અને ટુવ્‍હીલર પર બેઠેલા ગોંડલના બે મહિલા મળી છ લોકોને ઇજા થઇ હતી. મજુરો લોઠડાથી કડીયા કામ કરીને પરત રાજકોટ તરફ આવી રહ્યા હતાં. જ્‍યારે ગોંડલના બે બહેનપણી રાજકોટ મોલમાંથી ખરીદી કરી ગોંડલ જઇ રહ્યા હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. સારવાર દરમિયાન એક મહિલાનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સાંજે ખોખડદળ અને લોઠડા વચ્‍ચે પાંચમીએ  બોલેરો અને ટુવ્‍હીલર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બોલેરો ચાલકે કાબુ ગુમાવતાં પલ્‍ટી ખાઇ ગયું હતું. તેના કારણે અંદર બેઠેલા આજીડેમ ચોકડી ગોૈશાળા નજીક તથા એ વિસ્‍તારમાં રહેતાં દસેક મજુરોમાંથી ચારને ઇજાઓ થઇ હતી. મજુરોમાં ઓરીસ્‍સાના જાદુમની તારાચંદ નાયક, તેની સાથેના તેના પત્‍નિ પદ્દમાવતી, કોઠારીયાના લાલીબેન કમલ ભુરીયા, વનીતા રાજુ વસુનીયા નામની બાળકી તેમજ સામે એક્‍ટીવા પર બેઠેલા ગોંડલ આશાપુરા સોસાયટીના સોનબલા ગજેન્‍દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૩૬) અને તેમના બહેનપણી ધારાબા જાડેજાને ઇજાઓ થઇ હતી.

સારવાર દરમિયાન સંક્રાંતિની રાતે સોનલબાએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. તેમના પતિ ટોલનાકામાં કામ કરે છે. સંતાનમાં એક પુત્ર છે. પડોશી ધારાબા ઇમિટશેનનું કામ કરતાં હોઇ તેઓ રાજકોટ તેનો સામાન લેવા આવતાં હોઇ તેમની સાથે સોનલબા મોલમાંથી ખરીદી કરવા માટે આવ્‍યા હતાં. બંને પરત ગોંડલ જતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(4:45 PM IST)