તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
રૈયાધાર શાસ્ત્રીનગરમાં વોટર પ્લાન્ટના સંચાલક અને યુપીના શખ્સો વચ્ચે બઘડાટીઃ પાંચને ઇજા, પાણીના કેરબા-કારમાં તોડફોડ
પ્લાન્ટ ખાતે પાણી ભરવા આવેલા યુપીના શખ્સો ગાળો બોલતાં હોઇ બહાર કાઢતાં બખેડોઃ સામ સામે ૧૫ જણા સામે ગુના નોંધાયા

રાજકોટ તા. ૧૫: રૈયાધાર શાષાીનગરમાં આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીના જગ ભરવા આવેલા યુપીના ફર્નિચર કામના કારીગરો અને પ્લાન્ટના સંચાલક વચ્ચે કેરબા ભરવા મામલે બોલાચાલી, ગાળાગાળી થયા બાદ સામ સામે ધોકા-પાઇપથી હુમલા કરવામાં આવતાં અને કેરબા તથા કારમાં તોડફોડ કરવામાં આવતાં પાંચને ઇજા થઇ હતી. પોલીસે બંને પક્ષના મળી ૧૫ જણા વિરૂધ્ધ સામ-સામે ગુના દાખલ કર્યા હતાં.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર શાષાીનગર-૧૦ સોનલ પ્રોવીઝન સામે રહેતાં અને ઘર નજીક જ જાગૃતીદિપ હાઇટ્સ પાસે દેવરાજ વોટર સપ્લાય નામે ફિલ્ટર પ્લાન્ટ ધરાવતાં કાનાભાઇ જગમાલભાઇ સાટીયા (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી યુપીના શખ્સો વિશાલ, શ્યામલાલ, રાકેશ, પ્રદિપ, અર્જુન અને ચાર અજાણ્યા વિરૂધ્ધ રાયોટીંગ, હુમલાનો ગુનો નોંધ્યો હતો.
કાનાભાઇએ જણાવ્યું હતું કે હું અને મારી સાથેના રામભાઇ ધુળાભાઇ સાટીયા બંને અમારા પ્લાન્ટ પર હતાં ત્યારે વિશાલ અને શ્યામલાલ પાણીનો જગ ભરવા આવ્યા હતાં. તે કારણ વગર બોલાચાલી કરતાં હોઇ અમે તેને પાણી ભરવાની ના પાડતાં તે નીકળી ગયા હતાં. થોડીવાર બાદ આ બંને પોતાની સાથે બીજા ચાર જણાને લઇને આવ્યા હતાં ‘અમને કેમ પાણી ભરવાની ના પાડો છો?' કહી ઝઘડો કરી ગાળાગાળી કરી ધોકા-પાઇપથી હુમલો કરતાં મને અને રામભાઇને ઇજાઓ થઇ હતી. દેકારો થતાં આસપાસના દુકાનવાળા ભેગા થઇ ગયા હતાં. એ પહેલા આ શખ્સોએ પાણીના કેરબા પણ તોડી નાંખ્યા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં અમને હોસ્પિટલે ખસેડયા હતાં.
જ્યારે સામા પક્ષે પોલીસે અયોધ્યા ચોક ૧૫૦ રીંગ રોડ પર રેડીમેર સ્કૂલ પાસે સેફ્રોન એવન્યુ એ-વીંગ બ્લોક-૪૦૧માં રહેતાં વિશાલ રામકેવલ શર્મા (ઉ.વ.૨૨) નામના મુળ યુપી કાનપુરના યુવાનની ફરિયાદ પરથી કાનાભાઇ, રામભાઇ, રિક્ષાવાળો તથા અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
વિશાલે જણાવ્યું હતું કે હું મારો ભાઇ શ્યામલાલ તથા બીજા અમારા વતનના યુવાનો રાજકોટ રહી મિષાી કામ કરીએ છીએ. સંક્રાંતની બપોરે હું અને ભાઇ શ્યામલાલ અમારા ઘર નજીક શાષાીનગરમાં આવેલા દેવરાજ વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીની બોટલ ભરવા જતાં ત્યાં હાજર કાનાભાઇએ મારુ મોટરસાઇકલ સાઇડમાં રાખવાનું કહેતાં હું વાહન સાઇડમાં લઉ એ પહેલા એક રિક્ષા નં. જીજે૦૩સીએન-૦૪૨૫ પાણી ભરવા આવી જતાં તેના ચાલકે મારા બાઇકને ઠોકરે લેતાં મેં તેને નુકસાનીનો ખર્ચ કોણ આપશે? તેમ કહેતાં તે તથા કાનાભાઇ અને રામભાઇએ આવી ગાળો દઇ અમને બંને ભાઇઓને માર માર્યો હતો. આ પછી અમે નીકળી ગયા હતાં. ઘરે જઇ વાત કરતાં અમારી સાથે રહેતાં રાકેશ, પ્રદિપ, શ્યામલાલ,, અર્જુન ચુનીલાલ, પ્રમોદ સહિતના અમે કાનાભાઇના વોટર પ્લાન્ટ ખાતે સમાધાન કરવા જતાં કાનભાઇ સહિતાએ લાકડાના ધોકાથી હુમલો કરી મને, રાકેશને માર માર્યો હતો. તેમજ અર્જુન સહદેવભાઇ ગોૈતમ (ઉ.વ.૨૦)ને પણ ધાોવાળી કરતાં અર્જુન બેભાન થઇ પડી ગયો હતો.
અમારી કીયા કાર જીજે૦૩એલપી-૪૨૬૯માં પણ આ શખ્સોએ પથ્થર ફટકારી આગળ પાછળના કાચ ફોડી નાંખ્યા હતાં. અર્જુનને વધુ ઇજા હોઇ તેને દાખલ કરાયો હતો અને મને તથા રાકેશને પ્રાથમિક સારવાર અપાઇ હતી.
(3:40 PM IST)










