<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

કાલથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ

વિવિધ વિદ્યાશાખાની ૪૦ પરીક્ષા -૬૯ર૩૪ પરીક્ષાર્થીઓ : ૧૬ર કેન્‍દ્રો ઉપર ૧૦૩ નિરીક્ષકોની નિમણૂંક

રાજકોટ, તા. ૧પ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ની આવતીકાલથી પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. પરીક્ષા માટે પરીક્ષા વિભાગે વિવિધસ્‍તરે તૈયારીઓ કરી છે.

તા. ૧૬ જાન્‍યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં બી.એ.સેમ. ૧ માં ર૧૯૧૩ પરીક્ષાર્થીઓ બી.એ. સેમ.-૧ એકસ્‍ટર્ન-૧પ૪૯, બી.કોમ. સેમ-૧, ૧૯૬પ૧, બીબીએ સેમ-૧, ૬૧૬૩, બીસીએ સેમ. ૮૩૩૬ સહિત વિવિધ વિધાશાખાની ૪૦ પરીક્ષામાં કુલ ૬૯ર૩૪ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ૧૬ર કેન્‍દ્રો ઉપર લેવાશે પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઇ તે માટે સીસીટીવી, ઉપરાંત ૧૦૩ નિરીક્ષકોની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

(3:29 PM IST)