<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

૧૩ કેન્‍સર વોરીયર્સ સાથે સ્‍વીમીંગ કોચ, રેસ્‍કયુની ટીમ સહિત ૪૦ લોકો સાથે જ રહેશે

દરિયામાં દરરોજ ૧૮ થી ર૭ કિ.મી.નું અંતર કાપશેઃ ૪ ફેબ્રુઆરી વર્લ્‍ડ કેન્‍સર ડે ના દિવસે ટીમ સોમનાથ પહોંચશે

રાજકોટઃ ૧૩ કેન્‍સર વોરીયર્સની ટીમ દ્વારા અદભુત સાહસીકાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. આ ટીમ દ્વારકાથી સોમનાથ સુધી કાયકિંગ કરનાર છે. રપમી જાન્‍યુઆરીએ આ દરિયાઇ સફરનો પ્રારંભ દ્વારકા ધજા ચડાવીને થશે અને ૪ ફેબ્રુઆરીના વર્લ્‍ડ કેન્‍સર ડે ના દિવસે સોમનાથ મંદિરે ધજા ચડાવી આ યાત્રાની પુર્ણાહુતી થશે.

૧૩ કેન્‍સર વોરીયર્સની ટીમ રપમી એ દ્વારકાથી ઓખા મઢી, ર૬મી એ નાવાદ્રા, ર૭મી એ ટુકડા મિયાણી, ર૮મીએ પોરબંદર, ૩૦મી એ નવી બંદર, માધવપુર, ૧ ફેબ્રુ. માંગરોળ, ર ફેબ્રુ.ચોરવાડ અને ૪ ફેબ્રુ. એ સોમનાથ પહોંચશે.

આ યાત્રા દરમ્‍યાન રાત્રી રોકાણ સમયે કેન્‍સર અવેરનેસના કાર્યક્રમો યોજાશે.

આ દરિયાઇ યાત્રામાં સ્‍વીમીંગ કોચ બંકીમ જોષી, પ્રતાપ પરમાર અને તેની ટીમ સાથે રહેશે. આ ઉપરાંત રેસ્‍કયુ ટીમના શ્રીરામ શી સ્‍વીમીંગ કલબ પોરબંદરના સેવા આપશે. આમ ૪૦ લોકોની ટીમ સેવા આપનાર છે.

 

૧૩ કેન્‍સર વોરિયર્સ દ્વારા દ્વારકાથી સોમનાથ કાયકિંગ

૧પમી જાન્‍યુઆરીએ દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવાશે, ૪ ફેબ્રુઆરીએ સોમનાથ મંદિરે ધજા ચડાવવામાં આવશે

દરિયામાં રપ૦ કિ.મી.નું અંતર કાપશે, ૧ર દિવસની યાત્રામાં કેન્‍સર અવેરનેસના કાર્યક્રમો યોજાશે

રાજકોટઃ કેન્‍સર કેર ફાઉન્‍ડેશન, રાજકોટ, દીવ્‍ય ભાસ્‍કર રાજકોટ,શ્રી રામ સ્‍વિમિંગ ક્‍લબ પોરબંદર, રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍વિમિંગ એસોસિએશન અને કાયકિંગ કોચ  ડેકકન કાયક એકેડમી બરોડા, ગીર સોમનાથ પોલીસ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્‍ટના સંયુક્‍ત ઉપક્રમે દ્વારકાથી સોમનાથ કયાકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે, જે ૨૫ જાન્‍યુઆરી, ૨૦૨૫ થી  ૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી યોજાશે. આ અનોખી પ્રવૃત્તિમાં ૧૩ કેન્‍સર વોરિયર્સ ભાગ લેશે, જે પોતાના મનોબળ, સાહસ અને જીવતરની નવી શરૂઆતનું પ્રતીક છે.

૨૪ તારીખે દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવીને શરૂ થતો આ કાર્યક્રમ ૦૪ તારીખે સોમનાથ મંદિરે ધજા ચડાવીને પૂર્ણ થશે. સમાજમાં આશા લાવવાના આ કાર્યક્રમ માટે ઈન્‍ડિયન નેવી, કોસ્‍ટ ગાર્ડ, ખારવા સમાજ પોરબંદર, નેશનલ સ્‍વિમર્સ, વચ્‍ચે આવતા જિલ્લાના કલેકટર, કમિશનર સિખે બધા હોદ્દેદારો અને સંસ્‍થાઓનો સપોર્ટ મળેલ હોવાનું જણાવાયું છે.

૦૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્‍સર દિવસ નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમ એ ૨૫૦ કિલોમીટરના પ્રવાસ સાથેની કેન્‍સર પ્રિવેન્‍શન, ક્‍યોર અને મોટીવેશનની અનોખી તથા વિશ્વમાં ક્‍યાંય ન થયેલ અવેરનેસ ડ્રાઈવ છે. અહીં ઉલેખનીય છે કે કેન્‍સર અવેરનેસ માટે થતાં આ કાર્યક્રમ માટે આ ૧૩ વોરિયર્સ છેલ્લા ૩ મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યા છે જેમાં એક દંપતી પણ છે.

આ સાથે જ લેખક જય વસાવડા જેને એવોર્ડવર્ધી કહે છે એવા પુસ્‍તકો ‘‘એક લાઈફ સ્‍ટોરી'' અને ‘‘કિંત્‍સુગી ટેલ્‍સ'' જે કેન્‍સર પછી હતાશ થવાને બદલે નવી જિંદગી ઉત્‍સાહ પૂર્વક જીવવા માટેના પ્રેરણાદાયી છે તેના માધ્‍યમથી દરિયાકાંઠાના ગામડે ગામડે કેન્‍સર વોરિયર્સ સાથે ફરી આશા ફેલાવવી એવી લેખિકા ઝરણાંની એક નવતર પુસ્‍તક યાત્રા પણ છે. આ યાત્રાનો હેતુ માત્ર સાહસપૂર્વકની સફર પૂરતો મર્યાદિત નથી, પરંતુ કેન્‍સર પીડિતોને પ્રેરણાનું પ્રતીક આપવો છે કે કેન્‍સર પછી પણ સુંદર રીતે જીવન શક્‍ય છે. આ સાથે જ કેન્‍સરના સમયસર નિદાન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિન સોલંકી જે ખુદ એક કેન્‍સર વોરિયર છે એમના દ્વારા શરૂ કરાયેલ કેન્‍સર કેર ફાઉન્‍ડેશન દ્વારા અગાઉ પણ અનેક શ્રેષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. દેશભરના મીડિયા દ્વારા નોંધાયેલ અને ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્‍થાન પામેલા કેન્‍સર વોરિયર્સ મહિલા ફેશન શો કેન્‍સર વોરિયર્સના જીવનને ઉજવવાનો ઉદાહરણરૂપ પ્રોજેક્‍ટ હતો. આ ઉપરાંત, કેન્‍સર વોરિયર્સ નવરાત્રી મહોત્‍સવમાં ૩૦૦૦થી વધુ કેન્‍સર વોરિયર્સ અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા, જેમાં કેન્‍સર અવેરનેસને પ્રોત્‍સાહન આપવા માટે બે પૂજય મોરારિબાપુના હસ્‍તે બે પુસ્‍તકોનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

(4:01 PM IST)