<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

હાંઉ...હાંઉ...છેલ્લા ૧૪ દિ'માં અ...ધ...ધ.. એક હજાર નાગરીકો શ્વાનનાં બન્‍યા શિકાર

૧ જાન્‍યુઆરીથી ૧૪ જાન્‍યુ. સુધીમાં મ્‍યુનિ. કોર્પોરેશનનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં દરરોજ અંદાજીત ૭૦ લોકોને અપાયા એન્‍ટી રેબીસ ઇન્‍ઝેકશન

રાજકોટ, તા. ૧૫:  શહેરમાં શેરી શ્વાનોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે, એક તરફ મહાપાલિકા તંત્ર શ્વાનની વસ્‍તી ન વધે તે માટે શ્વાન વ્‍યંધિકરણના ઓપરેશન તેમજ રખડુ ડાઘીયાઓને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં શ્વાન કરડવાના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. કૂતરાની વસતી વધી રહી છે કે પછી કૂતરા હિંસક બની રહ્યા છે તે બાબત તપાસનો વિષય બની છે. જાન્‍યુઆરી-૨૦૨૫ના પ્રારંભે તા.૧થી ૧૪ સુધીમાં શહેરમાં ૧૦૦૬ નાગરીકોને કરડ્‍યો છે, અલબત્ત આ આંક તો જેમણે કૂતરૂ કરડ્‍યા બાદ મહાપાલિકાના આરોગ્‍ય કેન્‍દ્રોમાં ઇન્‍જેક્‍શન અને સારવાર લીધી છે તેમના જ છે, જો અન્‍ય હોસ્‍પિટલોમાં સારવાર લેનારનો આંક સામે આવે તો બમણાં કેસ હોય શકે છે.વિશેષમાં મ્‍યુનિ.આરોગ્‍ય શાખાના સૂત્રોએ જણાવ્‍યું હતું કે મહાપાલિકાના તમામ આરોગ્‍ય કેન્‍દ્રોમાં છેલ્લા ૧૪ દિવસમાં કૂતરૂ કરડ્‍યાના પ્રતિ દિવસના સરેરાશ ૭૨ કેસ આવ્‍યા છે અને આ મુજબ કુલ કેસ ૧૦૦૬ થયા છે. હાલ તમામ આરોગ્‍ય કેન્‍દ્રોમાં કૂતરૂ કરડ્‍યા બાદ અપાતા ઇન્‍જેક્‍શનનો પૂરતો સ્‍ટોક ઉપલબ્‍ધ છે, ખાનગી હોસ્‍પિટલોમાં આ ઇન્‍જેક્‍શનના રૂ.૩૦૦૦થી ૩૫૦૦ વસુલાતા હોય છે, જ્‍યારે મહાપાલિકાના આરોગ્‍ય કેન્‍દ્રોમાં તદ્દન વિનામૂલ્‍યે ઇન્‍જેક્‍શનનો કોર્સ કરાવાય છે જેના લીધે મ્‍યુનિ. આરોગ્‍ય કેન્‍દ્રોમાં દર્દીઓનો ધસારો વધુ રહે છે

(4:04 PM IST)