<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

જિલ્લા પંચાયતના સભ્‍યોને નાણાપંચમાંથી રૂપિયા ૧૧-૧૧ લાખ ગ્રાન્‍ટ અપાશેઃ ર૦મીએ સામાન્‍ય સભા

રાજકોટ, તા. ૧પઃ જિલ્લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા તા. ર૦ સોમવારે સવારે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં મળશે. જેમાં ૧પ માં નાણાપંચમાંથી ચુંટાયેલા સભ્‍યોને ગ્રાન્‍ટ ફાળવણી સહિતના નિર્ણયો થશે.

જિલ્લા પંચાયતમાં ૩૬ સભ્‍યો ચુંટાયેલા છે. સભ્‍ય દિઠ વર્તમાન નાણાકીય વર્ષમાં રૂા. રર-રર લાખ સ્‍વભંડોળમાંથી ગ્રાન્‍ટ ફાળવાયેલ છે. હવે ૩૧ માર્ચ ર૦રપ સુધીમાં ઉપયોગ કરી શકાય તે રીતે રૂા. ૧૧-૧૧ લાખ નાણાપંચમાંથી ફાળવાશે. સભ્‍ય દિઠ કુલ ગ્રાન્‍ટ ૩૩-૩૩ લાખ થશે જેમાંથી રૂા. ૧.૩૦ લાખ પંચાયતના ઠરાવ મુજબ જળસંચયના કામમાં વાપરવાના રહેશે. તા. ર૦ મીથી સામાન્‍ય સભામાં ગ્રાન્‍ટ ફાળવણી અંગે ઠરાવ થશે.આ વખતે જિલ્લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા હોવાથી પ્રશ્‍નોતરી રહેશે નહી. ડી.ડી.ઓ.ની બદલી પછી પ્રથમ વખતે અને ર૦રપ ના વર્ષમાં પણ પ્રથમવાર સામાન્‍ય સભા મળી રહી છે. હવે પછી ફેબ્રુઆરીમાં સામાન્‍ય સભા મળશે

(4:19 PM IST)