તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
હવે પ૦૦ રૂપિયાનું પણ ખરીદી શકાશે સોનું : આર.જી.ઘુંટલા એપ લોન્ચ
મધ્યમ વર્ગને સોનાના વધતાં ભાવ સામે બચત દ્વારા સોનામાં રોકાણના સુલભ વિકલ્પ અપાયા : રાજેશ ઘુંટલા : ‘સોનાને કયારેય કાટ ના લાગે' કહેવત સાથે ગોલ્ડ સૌથી સુરક્ષિત અને સંકટ સમયનો સાથી બની શકે છે : જય વસાવડા

રાજકોટ ખાતે આર જી ઘુંટલા મોબાઈલ એપ લોન્ચિંગ વેળાએ પત્રકાર પરિષદ સંબોધતા રાજેશભાઈ ઘૂંટલા, જાણીતા કટાર લેખક, મોટિવેશનલ સ્પીકર જય વસાવડા, અનિલભાઈ ભીંડી સહિતના નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા)
રાજકોટ તા.૧૬ : સોનાના વધતા ભાવ વચ્ચે રાજકોટના સોનીએ આર.જી.ઘૂંટલા એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં નજીવી બચતની રકમમાંથી સોનુ ખરીદી શકાય છે, મધ્યમ વર્ગને સોનાના વધતાં ભાવ સામે બચત દ્વારા સોનામાં રોકાણના સુલભ વિકલ્પ અપાયા હોવાનું જણાવી રાજેશભાઈ ઘુંટલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સોનુ જયારે પાંચ હજાર રૂપિયે તોલાના ભાવે મળતું હતું ત્યારે સમાજનો એક મોટો વર્ગ કહેતો હતો કે સોનું ખુબ મોંઘુ છે. એક દાયકા સુધી લગભગ સામાન્ય વધારા સાથે સોનાના ભાવો સ્થીર રહયા. વળી એક દ્દાયકામાં સોનાના ભાવ વધ્યા. સોનુ જયારે ૫૦ હજાર રૂપિયે ૧૦ ગ્રામ મળતું હતું ત્યારે લોકોની આંખો ફાટી ગઇ. હવે સોનાના ભાવ હાઇએસ્ટ સપાટીએ પહોંચી ગયા. હવે સોનુ તુટશે. પરંતુ સોનુ તુટયુ નહિ.
રાજેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આજે ૭૬ હજાર રૂપિયે ૧૦ ગ્રામ મળે છે. જે વર્ગ બાંધી આવક વાળો છે અને વધે તે બચતમાંથી સોનું લેવાનું વિચારે છે.પરંતુ તેમની પાસે એક સાથે ૧૦ ગ્રામ સોનુ ખરીદવાની બચત નથી. આવા વર્ગ માટે સૌ -થમ એક સુવર્ણ યોજના લોન્ચ થઇ છે. રાજકોટના જુના સોની રાજેશ ઘુંટલાની આર.જી. ઘૂંટલા સુવર્ણ અવસર યોજનાની એક એપ લોન્ચ કરી છે. આ એપના મારફતથી જી.એસ.ટી બીલીંગ સહિતની સુવર્ણ યોજનાનો લાભ લઇ શકાય છે.
આ અંગે રાજેશભાઇ ઘુંટલા અને જાણિતા વકતા, કટાર લેખક,લેખક જય વસાવડાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, સુવર્ણ અવસર યોજનમાં માત્ર ૫૦૦ રૂપયાના માસિક રોકાણથી કોઇ પણ વ્યકિત એપના માધ્યમથી રોકાણ કરી શકે છે. તેમને નિયત સમયે રોકેલી રકમ અને બજાર ભાવ -માણે ત્ર્યશફુ હોલમાર્ક પાસ ૨૪ કેરેટ લગડી મળી જાય છે. અથવા તેમને દાગીના જોઇતા હોય તો દાગીના અથવા જે નિયત થઇ હોઇ તે રકમનો ઓફિસિયલ ચેક આપવામાં આવે છે.
આ યોજનાની મહત્વની અનેક બાબતો છે. જેમા ગ્રાહકને અનુકુળ પડે તેવી કેટલીક બાબતો છે. ખાસ કરીને ગ્રાહક આ યોજનામાં જોડાયા બાદ ગમે ત્યારે ગમે તેટલી રકમનું ભરી શકે છે. જે ૫૦૦ રૂપિયાથી મિનિમમ હશે. બજાર ભાવ પ્રમાણે જે દિવસે ભાવ હશે તે પ્રમાણે જ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ગણવામાં આવશે.
આ યોજનાનો મૂળ હેતું મધ્યમ અને બાંધી આવકવાળાની બચતને સોનામાં વાળવાનો છે. જેથી તેમના ઘરમાં આવતા લગ્નપ્રસંગે એક સાથે સોનાનો મોટો ખર્ચ કરવો ન પડે. દિકરીઓને,પત્નીને કે પરિવારની કોઇ પણ મહિલાને ગીફટ તરીકે રોકડા રૂપિયા આપવાને બદલે સુવર્ણ અલંકાર કે લગડીની ભેટ આપવા માટે આ યોજના ખુબ જ અનુભવ સિધ્ધ જવેલર્સ દ્વારા ઘડવામાં આવી છે. દિકરી કે દિકરો નાનો હોય અને તેની બચતને સોનામાં વાળી ભવિષ્યમાં સોનાના ખુબ જ ઉંચા ભાવની સંભાવનાને આ રીતે સુરક્ષિત બનાવવાનો સુવર્ણ અવસર હોવાથી આ ટ્રેન ચુકવા જેવી નથી. આ યોજનામાં જોડાવા અથવા યોજનાની માહિતી માટે માટે (મોં, ૯૮૨૪૩ ૯૮૫૬૫ ) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
આર.જી. ઘુંટલા જવેલર્સ ૧૪-જી સોંક, સિલ્વર માર્કેટની સામે, હાથી ખાના રોડ સોની બજાર રાજકોટ ખાતે છે. આ યોજનામાં જોડાવા માટે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી એપ ડાઉનલોડ કરી શકાય છે.
(4:22 PM IST)










