<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

એન્‍ડયુરન્‍સ રાઈડ સ્‍પર્ધામાં રાજપાલસિંહ જાડેજા, દીપ પાનસુરીયા, હર્ષિલ પટેલ અને આર્યા ઝરના વિવિધ રાઈડ્‍સમાં અવ્‍વલ નંબરે

સિદ્ધરાજસિંહ ચુડાસમા, સુરજ વાળા, બ્રીગીતા જૈન પણ ઝળહળ્‍યા : અશ્વોની સહનશકિત અને કુશળતાની પરીક્ષા થઈ

રાજકોટ : ઈશ્વરીયા ગામ ખાતે હાલાર કલબ દ્વારા એન્‍ડયુરન્‍સ રાઈડ તાજેતરમાં યોજવામાં આવી હતી. જેમાં અશ્વોની શિસ્‍ત સહનશકિત તેમજ અશ્વ સવારની કુશળતાની પરીક્ષા થઈ હતી. આ સ્‍પર્ધા દરમિયાન મુખ્‍ય અતિથિ અને મહેમાનો સર્વશ્રી યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજા ઓફ રાજકોટ, રાણી સાહેબ કાદમ્‍બરીદેવીજી જાડેજા ઓફ રાજકોટ, યુવરાણી સાહેબ શિવાતમિકાદેવીજી જાડેજા ઓફ રાજકોટ, શામજીભાઈ ખુંટ (એમડી રાજકોટ પીપલ્‍સ કો.ઓપ. બેંક), ભરતસિંહ ગોહીલ (રીજીયનઅલ ડાયરેકટર - પશુપાલન રાજકોટ) ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ સ્‍પર્ધામાં ૪૦ કિ.મી.ના વિજેતાઓમાં પહેલુ સ્‍થાન - રાજપાલસિંહ જાડેજા - અશ્વ સંધ્‍યા, બીજુ સ્‍થાન - સિદ્ધરાજસિંહ ચુડાસમા - અશ્વ મંગલ અને ત્રીજુ સ્‍થાન - સુરજવાળા - અશ્વ ઐરાવત રહેલ.

જયારે ૨૦ કિ.મી.ના વિજેતાઓમાં પહેલુ સ્‍થાન દીપ પાનસુરીયા, અશ્વ વીરા, બીજુ સ્‍થાન બ્રીગીતા જૈન, અશ્વપૂર્ણા અને ત્રીજુ સ્‍થાન આર્યા ઝરના, અશ્વ હીરણ રહેલ. શ્રેષ્‍ઠ સ્‍થિતિ ૪૦ કિ.મી.માં હર્ષિલ પટેલ - અશ્વ અપ્‍સરા વિજેતા થયેલ.

જયારે શ્રેષ્‍ઠ સ્‍થિતિ ૨૦ કિ.મી.માં આર્યા ઝરના - અશ્વ હિરણ અવ્‍વલ નંબરે રહેલ. આ આયોજન સતત ચોથી વખત યોજવામાં આવેલ છે. દરેક વર્ષે સમગ્ર ગુજરાતમાંથી લોકો પોતાના અશ્વોને લઈ આ રાઈડમાં આવે છે અને અશ્વ અને સવાર બંનેની કુશળતા અને તાલમેલની પરીક્ષા આપે છે.

સમગ્ર આયોજન હાલાર કલબ - કિશોરસિંહ જાડેજા અને શિવદતસિંહ જાડેજા, નીલમબા ઝાલા દ્વારા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવાયુ છે. (મો.૮૧૫૪૦ ૯૬૭૯૭)

(2:25 PM IST)