News of Thursday, 16th January 2025
કાલે પૂ. બજરંગદાસબાપુની ૪૮ મી પુણ્યતિથિઃ કોટેશ્વર મહાદેવ મંદિરે ભકિતભાવ સાથે ઉજવાશે
ઝોલી મેરી ભરદે ઓ બગદાણાવાલે.. મંગળા આરતી ગુરૂપૂજન, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો

રાજકોટઃ અહી કોઠારીયા કોલોનીના આસ્થાના પ્રતીક સમા કોટેશ્વર મહાદેવ મંદિરે પૂ. સંત શીરોમણી પૂ. બજરંગદાસ બાપૂની ૪૮ મી પુણ્યતિથિ ધામધુમથી ઉજવાશે. તા. ૧૭ ને શુક્રવારે સવારે મંગળા આરતી, સવારે ૯ કલાકે ગુરૂપુજન, ધ્વજારોહણ કરવામાં આવશે.
પૂ. બજરંગદાસબાપુની મઢુલીને ગુલાબની પાંદડીથી સુશોભન કરાશે. સાથે શ્રૃગાર-દર્શન યોજાશે. સાંજે સાયકાલ મહાઆરતી કરવામાં આવશે. સમગ્ર મઢુલી‘‘ઝોલી મેરી ભરદે બગદાણાવાલે'' અને બાપા સીતારામના ગગનચુંબી નાદથી ગુંજી ઉઠશે. ધર્મપ્રેમી ભાવિકોને દર્શન, ગુરૂપુજન અને મહાઆરતીનો લાભ લેવા કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા (શિવ ઉપાસક) મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, ક્રિપાલસિંહ જાડેજા, રશ્વીનભાઇ જાદવ, હિતેષભાઇ સોલંકી, પ્રતાપસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ પી. જાડેજા, જયભાઇ આસોડીયા, હિતેષભાઇ મીષાી, હેમલ ચૌહાણ, વિશાલ ચૌહાણ, શનિ જાદવ, દિલીપસિંહ જાડેજા, અલ્પેશભાઇ ભીમજીયાણી, કિરીટસિંહ જાડેજા, નાથાલાલ જોશી, કુલદિપસિંહ ઝાલા, ધર્મદીપસિંહ જાડેજા, ધર્મદીપ પરમાર, મનોજ મકવાણા, જયેન્દ્રસિંહ જાડેજા, તથા મંદિરના પૂજારી રસીકગીરીબાપુ (અતીત) સહિતનાએ અનુરોધ કર્યો છે તેમ મંદિરની યાદીમાં જણાવેલ છે.
(3:10 PM IST)










