<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મેઘરાજાએ બઘડાટી બોલાવતા કલેકટર તંત્રને લોકમેળામાં સવા બે કરોડનું નુકશાન

હજુ મંડપ-જીઇબી-કોર્પોરેશન સહિતના બીલો બાકીઃ નુકશાનીનો આંક વધવાની સંભાવના

રાજકોટ તા. ૧૬: રાજકોટ કલેકટર તંત્ર દ્વારા દર વર્ષે યોજાતો ભવ્‍યાતિભવ્‍ય જન્‍માષ્‍ટમી તહેવાર અંગેનો ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્‍સ વિવાદ કારણે રદ કરવામાં આવ્‍યો હતો. તેમના કારણે તંત્રને કરોડોનું નુકશાન ભોગવવાનો વારો આવ્‍યો છે રાજકોટ કલેકટર તંત્રને ર કરોડ રપ લાખથી વધુનું નુકસાન પહોંચ્‍યાનું બહાર આવ્‍યું છે, હજુ ફાઇનલ હિસાબો-નુકશાનની ગણત્રી બાકી છે.કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હજુ લાઇટ, મંડપ સર્વિસ, ડેકોરેશન, વિડીયો કેમેરા, ગ્રાઉન્‍ડ લેવલ કરવા કામગીરી સહિત અંગે જીઇબી, મ્‍યુ. કોર્પોરેશન, મંડપ, પોલીસ તંત્ર, ખાનગી સિકયુરિટીના બીલો આવવાના બાકી છે, આ બધા બીલો આવ્‍યા બાદ ફાઇનલ નુકશાનીનો આંકડો જાહેર થશે.

(3:14 PM IST)