<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

અધીક મહેસુલ સચિવ જયંતિ રવિ દ્વારા કલેકટર

પ્રાંત અધિકારીઓ સાથે બેઠકઃ દબાણો અંગે સમીક્ષા : જમીન રી-સર્વે-વડા પ્રધાન સ્‍વામીત્‍વ યોજના ઝડપી પૂર્ણ કરવા આદેશો

રાજકોટ તા. ૧૬: રાજયના મહેસુલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. જયંતિ રવિ ગઇકાલે સાંજે રાજકોટ આવી પહોંચ્‍યા બાદ સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું.

અંદાજિત કલાક જેવું રોકાણ કર્યા બાદ તેઓ જામનગર ખાતે જવા માટે નીકળી ગયા હતા, આ દરમિયાન ડો. જયંતિ રવિ દ્વારા રેવન્‍યુ વિભાગના અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેમની આ ટૂંકી બેઠકમાં કેન્‍દ્ર સરકારની સ્‍વામિત્‍વ યોજના અંતર્ગત ગામડાઓમાં ગામ તળની જમીનના પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવામાં કયા પ્રકારની મુશ્‍કેલી પડી રહી છે તે અંગે ચર્ચા કરાઇ હોવાનું તથા કલેકટરના ચાર્જમાં રહેલા મ્‍યુનિસિપલ કમિશનર ઉપરાંત એડિશનલ કલેકટરની સાથે મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જોકે એક કલાકની બેઠક બાદ જયંતી રવિ જામનગર જવા રવાના થઇ ગયા હતા.

સૂત્રોમાંથી માહિતી મળી રહે છે તે પ્રમાણે શહેર-જિલ્લામાં રહેલા સરકારે જમીન પર દબાણની કામગીરી પણ ઝડપી આગળ વધારવા તેમજ જમીન રી-સર્વે કામગીરી ઝડપી પૂર્ણ કરવા, જીલ્લામાં બાકી રહેલ સ્‍વામીત્‍વ કાર્યવાહી તાકિદે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

(3:15 PM IST)