તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
શનિવારે રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે મામલતદારનું બુલડોઝર ફરી વળશેઃ ૧૯ મકાનો તોડાશે
આખરી નોટીસો પણ ફટકારાઇઃ ૧૨ કરોડની ૧૨૦૦ ચો.મી. જમીન

રાજકોટ તા.૧૬ : શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોકની સામેના ભાગે નજીક મામલતદાર દ્વારા રૈયા ગામની યુઍલસી ફાજલ પ્લોટ સર્વે નંબર ૧૫૬ પૈકીની પાંચ હજારના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે શનિવારના રોજ અનઅધિકૃત રીતે ખડકાયેલા ૨૦ જેટલા બાંધકામોને તોડી પાડવા માટે મામલતદાર દ્વારા શનિવારના રોજ ડિમોલેશન હાથ ધરાશે. જેમાં અંદાજિત ૧૨ કરોડની ૧૨૦૦ ચોરસ વાર જમીન ખુલી કરવા બુલડોઝર ફેરવી દેવાશે તેમ સુત્રોઍ ઉમેર્યુ હતું.
મામલતદાર કચેરીના સૂત્રોમાંથી માહિતી મળતી અનુસાર રૈયા સર્વે નંબર ૧૫૬ પૈકીની પૈકીની આ જમીનમાં ૧૨૦૦ ચોરસ મીટર જમીન ઉપર લાંબા સમયથી ૨૦થી વધુ પાકા મકાનો ઓરડીઓ સહિતના બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકાયા છે. જે અન્વયે તંત્ર દ્વારા આ બાંધકામને તોડી પાડવા માટે ત્રણ વખત નોટિસો ફટકારવામાં આવી હતી, આમ છતાં દબાણ દુર કરાયું નથી, પાંચ જેટલા મકાનો ખાલી થઇ ગયાનું સુત્રો ઉમેરી રહયાં છે.
ઍક મહિના પહેલા જ પડ્ઢિમ મામલતદાર અજીત જોશી દ્વારા રૈયા રોડ સર્વે નંબર ૧૫૬ પૈકી ૫૦૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં ગેરેજ ઓરડીઓ સહિતના વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. હવે ફરી ઍક વખત મામલતદાર દ્વારા આગામી શનિવારે ૧૨૦૦ જેટલી ચોરસ મીટર જેટલી જમીન ખુલી કરવામાં આવશે.
(4:47 PM IST)










