<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

શનિવારની સામાન્‍ય સભા નવા નિયમો સાથે યોજાશેઃ રાજય સરકારની મંજુરી

મનપામાં ૪૮ વર્ષ જુના નિયમો બદલાયાઃ ૧૯૭૬ બાદ પ્રથમ સુધારણા જનરલ બોર્ડની તમામ મીટીંગોમાં સુધારેલ નિયમો મુજબ અમલવારી થશેઃ નયનાબેન પેઢડીયા

રાજકોટ, તા. ૧૬: મ્‍યુનિસિપલ કોર્પોરેશનની સામાન્‍ય સભા, સ્‍થાયી સમિતિ, ખાસ સમિતિની કાર્યવાહી સંબંધી નિયમોમાં જરૂરી સુધારાને રાજ્‍ય સરકારની લીલી ઝંડી મળતા મહાનગરપાલિકાની હવે પછી યોજાનાર સામાન્‍ય સભાની તમામ મિટીંગોમાં સુધારેલ નિયમો મુજબ અમલવારી કરવામાં આવશે તેમ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્‍યું હતું.

મહાનગરપાલિકાના ખાસ સમિતિની કાર્યવાહી સંબંધી નિયમો સ્‍ટે.ક.ઠ.નં.૧૨ તા.૦૩/ડીસેમ્‍બર/૧૯૭૫ તેમજ જ.બો.ઠ.નં.૦૯ તા.૧૬/ડીસેમ્‍બર/૧૯૭૫ થી મંજુર કરવામાં આવેલ, જેને ગુજરાત સરકારના પંચાયત અને આરોગ્‍ય વિભાગના ઠરાવ નં.આરએમસી-૧૦૭૬-૮૬૯-પી  તા. ૦૪/ફેબ્રુ./૧૯૭૬થી મંજુર કરી, ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટ તા.૦૬/૦૨/૧૯૭૬માં પ્રસિધ્‍ધ કરવામાં આવેલ. ત્‍યારબાદ તત્‍કાલીન મ્‍યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ નિયમો વર્ષ ૧૯૭૬માં રાજકોટ મહાનગરપાલિકામાં અમલમાં મુકવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકાના સામાન્‍ય સભા, સ્‍થાયી સમિતિ, પરિવહન સમિતિ વિગેરેના કાર્યવાહી સંબંધી નિયમો જ.બો.ઠ.નં.૮૪ તા.૨૮/ફેબ્રુ./૧૯૭૬થી મંજુર કરવામાં આવેલ, જેને ગુજરાત સરકારના પંચાયત અને આરોગ્‍ય વિભાગના ઠરાવ નં. આરએમસી-૧૦૭૬-૨૩૯૪-પી તા.૧૩/એપ્રીલ/૧૯૭૬થી મંજુર કરી, ગુજરાત સરકારના ગેઝેટ ભાગ-૨ તા.૨૯/એપ્રીલ/૧૯૭૬માં પાના નં.૧૩૦ થી ૧૩૫થી પ્રસિધ્‍ધ કરવામાં આવેલ. ત્‍યારબાદ તત્‍કાલીન મ્‍યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ નિયમો વર્ષ ૧૯૭૬માં રાજકોટ મહાનગરપાલિકામાં અમલમાં મુકવામાં આવેલ.

ઉપરોકત નિયમો આશરે ૪૮ વર્ષથી અમલમાં હોઈ, વર્તમાન સમયની જરૂરિયાતને ધ્‍યાને લઈ, મ્‍યુનુસિપલ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલ દરખાસ્‍ત પત્ર નં.આર.એમ.સી.સેક્રેટરી/૦૧/૪૩૨, તા.૦૬/જાન્‍યુ./૨૦૨૪ અન્‍વયે સ્‍ટે.ક.ઠ.નં.૪૬૯, તા.૦૮/જાન્‍યુ./૨૦૨૪થી મંજુર કરવામાં આવેલ જે પરત્‍વે કાયદો અને નિયમોની સમિતિ ઠરાવ નં.૦૧, તા.૨૧/જુન/૨૦૨૪થી મંજુર કર્યા બાદ જ.બો.ઠ.નં.૦૯, ૧૮/જુલાઇ/૨૦૨૪થી મંજુર કરી, રાજ્‍ય સરકારમાં મંજુરી અર્થે મોકલવામાં આવતા, રાજ્‍ય સરકાર દ્વારા હુકમ નં.UDUHD/MSM/e-file/૧૮/૨૦૨૪/ ૬૯૮૭/P Section તા.૧૭/ઓકટોમ્‍બર/૨૦૨૪થી મંજુરી આપવામાં આવેલ જેને રાજ્‍ય સરકારના ગેઝેટમાં તા.૧૩/નવેમ્‍બર/૨૦૨૪ના રોજ પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. જે ગેઝેટની નકલ બિડાણથી સામેલ છે

(4:46 PM IST)