તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
મનપાના અધિકારીઓ બનશે શિક્ષકઃ નવનિયુકત મોરબી કોર્પોરેશનમાં વિકાસને વેગ અપાવશે
રાજકોટની જેમ ઝળહળતુ શહેર કેમ બનાવવું ? રાજય સરકાર દ્વારા રાજકોટને મોરબી-ગાંધીધામનું મેન્ટર બનાવાયું: મહેકમ શાખા દ્વારા ઓર્ડરઃ વિવિધ શાખાની કામગીરી સમજાવશે

રાજકોટ, તા. ૧૬ : રાજય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે.
મોરબી અને ગા઼ધીનગર નવી મ્યુનિ. કોર્પોરેશનને રાજકોટને મેન્ટર બનાવવામાં આવી છે ત્યારે રાજકોટ મનપાના વડાઓ મોરબીમાં જઇ વિવિધ શાખાની કામગીરી સમજાવાશે.
આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિ?તિ કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી. આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વળદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે.
મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે.
જયારે ૯ મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે. રાજય સરકારે રાજકોટ સોંપેલ મેટર કામગીરીમાં મહેકમ શાખા તારીખ વધારતા કર્મચારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ, કર્મચારીઓ મોરબી જઇ દરેક શાખાની કામગીરીનું માર્ગદર્શન આપશે તેમ મનપાના સત્તાવર સુત્રોએ જણાવ્યું છે.
(4:11 PM IST)










