<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

રાજકોટ - ગોંડલ હાઈવેનું કામ ઝડપી પુરૂ કરાવો ટ્રાફિકની સમસ્‍યા ઉકેલવી અત્‍યંત જરૂરી

રાજકોટ ચેમ્‍બરે હાઈવે ઓથોરિટી - કોન્‍ટ્રાકટરો સાથે બેઠક યોજી ૬ લેન હાઈવેનું ૧૧૭ કિમીના કામમાંથી ૬૦થી ૬પ% કામ પૂર્ણ થયું છેઃ હાઈવે ઓથોરીટી

રાજકોટ, તા.૧૬: રાજકોટ-ગોંડલ નેશનલ હાઈ વે સતત ધમધમતો હાઈ-વે છે. તેમજ આ હાઈ વે જુનાગઢ, પોરબંદર, સોમનાથ વિગેરે સ્‍થળોને જોડતો મુખ્‍ય માર્ગ ગણાય છે. અને રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવેની આસપાસ શાપર -વેરાવળ, હડમતાળા, વાવડી, કાંગશીયાળી, કોઠારીયા વિગેરે જેવા મોટા ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયાઓ આવેલ હોય રોજ બરોજ વેપાર-ઉદ્યોગકારો અને આમ પ્રજાજનો દિવસ રાત અવર-જવર કરતા હોય છે, હાલમાં રાજકોટ-ગોંડલ સીક્‍સ લેન નેશનલ હાઈવેનું કામ કાજ ચાલી રહયું છે. જેના કારણે ખુબ જ મોટા પ્રમાણમાં કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે અને લોકોના સમયેની સાથે, નાણા અને ઈધણનો પણ વ્‍યયે થાય છે. ત્‍યારે આ કામગીરી દરમ્‍યાન પડતી વિવિધ મુશ્‍કેલીઓને ધ્‍યાને લઈ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા શાપર-વેરાવળ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, હડમતાળા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, વાવડી ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, લોઠડા-પીપલાણા - પડવલા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનને સાથે રાખી આજરોજ તા.૧૬-૧-૨૦૨૫ના રોજ રાજકોટ ચેમ્‍બર હોલ ખાતે નેશનલ હાઈ-વે ઓથોરીટી ઓફ ઈન્‍ડિયા-રાજકોટના એન્‍જીનીયર, રેસીડેન્‍ટ એન્‍જીનીયર, ટીમલીડર, કોન્‍ટ્રકટર સાથે મિટીંગ યોજવામાં આવેલ હતી. આ મિટીંગમાં ખાસ કરીને હાલ જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટાભાગનું કામ રાત્રીના સમયમાં કરવામાં આવે તો કામ ઝડપી પુર્ણ થઈ શકે તેમ છે. તેમજ જે એકસાથે ૮ કી.મી.નું કામ કરવામાં આવે છે તેના બદલે તબકકાવાર બે કે ત્રણ કિ.મી.નું કામ કરવું જોઈએ જેથી કરીને ટ્રાફિક ન ઉદભવે તેમજ રીબડા થી લોઠડા સુધી રોડ પણ ડાયવર્ટ કરવો જોઈએ.

 જેના પ્રત્‍યુતરમાં નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીશ્રીઓએ જણાવેલ કે, ૬ લેન હાઈવે પ્રોજેકટનું કામ આશરે ૧૧૭ ક.મી. જેટલું છે અને તેમાંથી આશરે ૬૦થી ૫% કામ પુર્ણ થયું છે. તેમજ શાપર-વેરાવળ પાસે જયાં ટ્રાફિક ઉદભવે છે ત્‍યાં બ્રીજ નીચે બે કે ત્રણ જગ્‍યાએ ગેપ રાખવામાં આવશે જેથી નાના વ્‍હીકલો જઈ શકે અને ટ્રાફિક ન થાય. વધુમાં આ કામગીરી દરમ્‍યાન RMC, પાણી પુરવઠા, PGVCL સલંગ્ન અમુક સમસ્‍યાઓ ઉદભવી રહી છે તે ધ્‍યાને મુકેલ.

જેના અનુસંધાને પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવએ જણાવેલ કે, આ કામગીરીનું તેમની ટીમ સાથે આવતીકાલે રાજકોટ થી ગોંડલ સુધીનું સ્‍થળ તપાસ કરીને ઉદભવતી સમસ્‍યાઓનું નિરાકરણ લાવવા માટે આગામી ટુંક સમયમાં ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળાની રાહબારી હેઠળ કલેકટરશ્રીની અધ્‍યક્ષતામાં, મ્‍યુનીશીપલ કમિશ્‍નરશ્રી, પોલીસ કમિશ્‍નરશ્રી, ટ્રાફિક ડિપાર્ટમેન્‍ટ, પીજીવીસીએલ-જેટકો ડિપાર્ટમેન્‍ટ, પાણી પુરવઠા ડિપાર્ટમેન્‍ટ વિગેરેને સાથે રાખી એક સંયુક્‍ત મિટીંગનું આયોજન કરીશું. જેથી કરીને મોટાભાગના પ્રશ્‍નોનું નિરાકરણ લાવી શકાશે. આમ આ તમામ બાબતો ખાસ ધ્‍યાને લઈ રાહદારીઓને અવર-જવર કરવામાં પડી રહેલી મુશ્‍કેલીઓનું તેમજ ટ્રાક્કિ સમસ્‍યાનું નિરાકરણ લાવવા ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ હતી. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે

(4:15 PM IST)