તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
ગુરૂકુળ ખાતે ગૌ માતા પૂજન

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉન્સેન્ટ્રીક ઇન્સ્ટીટયુશન્સ અને સ્વામિનારાયણ ગુરૂકુલના સંયુકત ઉપક્રમે મકરસંક્રાંતિ પર્વ ગુરૂકુળ ખાતે ગૌ માતા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગૌ માતાને ફુલમાળા, હળદર અને કુમકુમથી શણગાર કરાયો હતો. જીસીસીઆઇના સ્થાપક ડો. વલ્લભભાઇ કથીરીયાએ આ તકે ગૌ માતા પૂજનની પવિત્ર પરંપરાને પુનર્જીવીત કરવા અંગે વકતવ્ય આપેલ. પૂ. હરિપ્રિય સ્વામીએ ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં ગૌ માતાના મહત્વ વિષે આધ્યાત્મિક પ્રવચન આપેલ. તેમ જીસીસીઆઇના જનરલ સેક્રેટરી મિતલભાઇ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), તેજસ ચોટલીયા (મો.૯૪૨૬૯ ૧૮૯૦૦) અને મીનાક્ષી શર્મા (મો.૮૩૭૩૯ ૦૯૨૯૫)ની સંયુકત યાદીમાં જણાવાયુ છે
(4:19 PM IST)










