News of Thursday, 16th January 2025
રાજકોટમાં રવિવારે વૂમન્સ-ડે સ્પેશ્યલ કાર્યક્રમ
૭૦ થી વધુ મહિલાઓને શીલ્ડ આપી સન્માન કરાશેઃ વકતવ્ય, ડાન્સ, ડ્રોઇંગ, કૂકીંગ વિ. સ્પર્ર્ધાઃ આત્મનિર્ભર ફાઉન્ડેશનનો કાર્યક્રમ

રાજકોટઃ આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા મહિલમા સન્માનિત કાર્યક્રમ ‘વેલકમ વૂમન્સ ડે સ્પેશ્યલનું આયોજન' તા. ૧૯ રવિવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ મહાકાળી રેસ્ટોરન્ટ, મોરબી રોડ, રાજકોટ ખાતે કાયક્રમમાં આત્મનિર્ભર ફાઉન્ડેશનના પ્રમુખ તન્વી અલ્પેશભાઇ લ્હેરૂ જે સીઆઇડી ક્રાઇમ બાન્ચ એફએફડબલ્યુ સાથે જોડાયેલાછે. સાથે ઉપપ્રમુખ ક્રિસ્ટલ પટેલ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહયા છે.
આ કાયક્રમમાં ૭૦ થી પણ વધારે મહિલાઓને શીલ્ડ આપવામાં આવશે. મહિલાઓ માટે પણ કોમ્પિટિશન રાખેલી છે. જેવી કે સ્પીચ, ડાન્સ, ડ્રોઇંગ, કુકિંગ એમાં પણ શિલ્ડ સાથે ગીફટ પણ આપવામાં આવશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા ધારા સભ્ય ઉદય કાનગડ, વલ્લભભાઇ દુધાત્રા, મનોજભાઇ મહેતા રમેશભાઇ જાદવ, કુવાડવા-ગાંધીગ્રામ પોલીસ ચોકીના પીઆઇ, પીએસઆઇ, ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે ૯૯૪૯૮ ૦ર૬પ૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (તસ્વીર : ઓશોક બગથરીયા)
(4:44 PM IST)










