<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th January 2025

મનપા તંત્ર લાલઘુમઃ ગાયકવાડી વિસ્‍તારની ૧૧ સહિત કુલ ૩૦ મિલ્‍કતો સીલ

૧ નળ કનેકશન કપાતઃબપોર સુધીમાં ૨૫ લાખની વસુલાતઃ વેરાની કુલ ૩૩૮.૩૨ કરોડની આવક

રાજકોટ, તા. ૧૭: મ્‍યુનિ. કોર્પોરેશનની આવકનોસ્ત્રોત એવી વેરા શાખા  દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૪-રપ નો બાકી મિલ્‍કત વેરો વસુલાતની કાર્યવાહી દરમ્‍યાન શહેરના વિવિધ વિસ્‍તારમાં ૩૦ મિલ્‍કત સીલ તેમજ ૧ નળ કનેકશન કપાત કરવામાં આવ્‍યા છે. બપોર સુધીમાં ૨૫ લાખની વસુલાત થવા પામી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ જામનગર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૬૧ લાખ.

રેલ્‍વે જંકશન રોડ પર આવેલ ૨-યુનિટ સીલ,  જંકશન રોડ પર આવેલ ‘સદગુરુ કોમ્‍પ્‍લેક્ષ'ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૪,  જંકશન પ્‍લોટમાં આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૫૫ લાખ,   જંકશન રોડ પર આવેલ ૨-યુનિટ ને સીલ,   ગાયકવાડી મેઇન રોડ પર આવેલ ૧૧-યુનિટને સીલ,    પરસાના નગર માં ૧-યુનિટને સીલ,

વોર્ડ નં-૪માં    જયકિશન મેઇન રોડ પર આવેલ ૧-યુનિટને સીલ મારેલ,    ભગવતી પરામાં ૧-નળ કનેક્‍શન કપાત.

વોર્ડ નં-૫ માં   પેદક રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૫૭,૫૧૦

વોર્ડ નં-૭ માં    લીમડા ચોકામા આવેલ ‘આલાપ-બી' સેકન્‍ડ ફ્‌લોર ઓફીસ નં-૨૧૦ સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૪૫ લાખ.

     સોની બજારમાં આવેલ ૩-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૮.૮૨ લાખ,   બંગડી બજારમાં આવેલ રીધ્‍ધી સીધ્‍ધી ચેમ્‍બર્સ સેકન્‍ડ ફ્‌લોર શોપ નં-૩૨ ને સીલ મારેલ, ગુણવંત વાડી માં ૬-યુનિટને સીલ મારેલ.(સીલ),   ગોંડલ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૫,૭૭૯.

વોર્ડ નં-૮ માં  ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ‘કુબેર કષ્ટભંજન  કોમ્‍પ્‍લેક્ષ' ફિફ્‌થ ફ્‌લોર-૫૦૪ ને સીલ મારેલ,       કાલાવાડ રોડ પર આવેલ પ્રસંગ કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષ ફર્સ્‍ટ ફ્‌લોર શોપ નં-૧૭ ને સીલ મારેલ,    ૧૫૦ ફૂટ રીંગ રોડ પરા આવેલ ૧-યુનિટ ને સીલ મારેલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ‘કુબેર કષ્ટભંજન  કોમ્‍પ્‍લેક્ષ' સિક્‍થ ફ્‌લોર-૬૦૩ બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી ચેક આપેલ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ‘કુબેર કષ્ટભંજન  કોમ્‍પ્‍લેક્ષ' ફિફ્‌થ ફ્‌લોર-૬૦૪ બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી ચેક આપેલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૭,૨૮૦, રાધા નગર માં ૧-નળ કનેક્‍શન કપાત કરતાં રીકવરી રૂ.૯૦,૦૦૦.

વોર્ડ નં-૧૩મા મણીનગર ઇન્‍ડ.એરીઇયામાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨.૫૦ લાખ,   સમ્રાટ ઇન્‍ડ.એરીયામાં ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૧૫ લાખ નો PDC ચેક આપેલ.

વોર્ડ નં-૧૫માં  ૮૦ફૂટ રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે ચેક આપેલ.

વોર્ડ નં-૧૪માં કેવાડાવાડી મેઇન રોડ પર આવેલ ‘સોમનાથ કોમ્‍પ્‍લેક્ષ'માં શોપ નં-૨ ને સીલ મારેલ.

વોર્ડ નં-૧૮ માં  સોમનાથ ઇન્‍ડ.એરીયામાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૬૧,૨૦૦/-

   ગોંડલ રોડ પર આવેલ ૧- યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૦,૦૦૦ સહિત આજે રોજ બપોરે ૧ કલાક સુધી ૩૦ મિલ્‍કતોને સીલ મારેલ તથા ૧પ-મિલ્‍કતોને સીલની કાર્યવાહીક રતા રિકવરી થયેલ તથા ર-યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા ૧-નબળ કનેશન કપાત તથા ૧ નળ કનેકશન કપાત કરતાં થયેલ. આજના દિનની વસુલાત રૂા. રપ.૦૦ લાભ થવા પામી છે. જયારે ૧ એપ્રિલ થી આજ દિન સુધીમાં રૂા. ૩૩૮.૩ર કરોડની આવા થયા પામી છે.

આ કામગીરી નાયબ કમિશ્‍નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્‍નર સમીર ધડુક, સેન્‍ટ્રલ ઝોન મેનેજર વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા ,ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,ઇસ્‍ટ ઝોન મેનેજરે નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:40 PM IST)