તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th January 2025
સવાણી હોસ્પિટલ પાસે સિક્યુરીટી ગાર્ડનું બેભાન થઇ ગયા બાદ મોત
મુળ ભાવનગરના નયનભાઇ એકલવાયુ જીવન જીવતા'તા

રાજકોટ તા. ૧૭: યુનિવર્સિટી રોડ પર બી. ટી. સવાણી હોસ્પિટલ નજીક બપોરે એક પ્રોૈઢ એકાએક ઢળી પડતાં અને બેભાન થઇ જતા ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પીએઅસાઇ ડી. આર. રત્નુએ પહોંચી તપાસ કરી હતી. મૃતકે સિક્યુરીટીનો ડ્રેસ પહેર્યો હોઇ તેના આધારે ઓળખ મેળવવા તપાસ થતાં તેઓ અગાઉ નજીકની હોસ્પિટલમાં તેઓ સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં હોવાનું અને તેમનું નામ નયનભાઇ ભનુભાઇ બોરીસાગર (ઉ.વ.૫૭) હોવાનું ખુલ્યું હતું. તે મુળ ભાવનગરના વતની હતાં. અહિ એકલવાયુ જીવન જીવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાની શક્યતા જણાવાઇ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
(2:45 PM IST)










